શહેરાના નવા ગામ ખાતે બનેવીએ કરી સાળાની હત્યા: બહેનના ઘરસંસારની સામાન્ય તકરારમાં થયેલી ઝપાઝપીમાં બનેવીએ સાળાને હથિયાર ઝીંકી દેતા મોત..

  • 6:16 pm March 16, 2023
આફતાબ શેખ, પંચમહાલ

 

શહેરા તાલુકાના નવા ગામ ખાતે બહેનના ઘરસંસારની સામાન્ય તકરારમાં જમાઈને સમજાવવા ગયેલા સસરા અને સાળા વચ્ચે થયેલી ઝપાઝપીમાં જમાઈ એ સાળાને કોઈ હથિયાર મારી દેતાં મોત થતાં ચકચાર મચી જવા પામી છે જેને લઇને પત્નીએ પતિ અને સસરા સામે ફરિયાદ નોંધાવતા પોલીસે નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.

સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર શહેરા તાલુકાના નવા ગામ ખાતે રહેતા સ્મિતાબેન બારીયા ગામ નવી વસાહતના ફરિયાદીએ જણાવ્યું હતું કે તેઓ પોતાના ઘરે હતાં ત્યારે પતિ રમણભાઈ બારીયા તેમને ગમે તેમ બોલતા હતા અને ન બોલવાનું કહેતા ગળું દબાવાની કોશિશ કરી હતી આથી ડરના મારે તેમને પિયરમાં ફોન કરતાં ભાઈ અને પિતા અને કાકા આવી ગયા હતા અને મારા પતિને ઠપકો આપ્યો હતો અને તે સમયે મારા સસરા અને પતિ લાકડી લઈને આવતા ભાઈ સાથે ઝપાઝપી કરી હતી પોતે છોડવા વચ્ચે પડી હતી મારા ભાઈ એ મારી પતિને કીધું હતું કે તું દારુ પીવે છે, આથી મારી બહેનનેં ઘરે લઈ જવ છુ તે સમયે ફરી મારા ભાઈ અને પતિ વચ્ચે ઝપાઝપી કરી હતી તેં વખતે છોડાવા હુ ત્યાં ગયલી ત્યાં મારા ભાઈને ગળાના ભાગે લોહી નીકળતું હતું પછી 108ને બોલાવી હતી પણ હાજર તબીબ દ્વારા ગળાના ભાગે વાગેલું હોવાથી મરણ પામ્યા હતા ત્યાર બાદ લાશને શહેરા ખાતે પોસ્ટમોર્ટમ માટે લાવવામાં આવી હતી અને પોલીસને જાણ કરીને જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી શહેરા પોલીસે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.