સંતરામપુર નવીન બસ સ્ટેશનના શૌચાલય રાત્રીના સમયે લોક મારી બંધ હાલતમાં રખાતા મુસાફરોને મુશ્કેલી વેઠવાનો વારો..

  • 6:41 pm March 16, 2023
વિજય ડામોર, મહીસાગર

 

મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકામાં આવેલ સંતરામપુર નવીન બસ સ્ટેશન માં આવેલ સૌચાલય રાત્રીના સમયે  લોક મારેલ હાલતમાં જોવા મળી આવ્યા હતા. સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ જેથી આ સંતરામપુર નવીન બસ મથક સરકાર દ્વારા મુસાફરોના હિત માટે 4 કરોડ 44 લાખના ખર્ચે બનાવવામાં આવેલ છે. અને આ ડેપો અધતન સુવિધા સાથે બનાવવામાં આવેલ છે. તો પછી આ સંતરામપુર નવીન બસ સ્ટેશનમાં આવેલ સૌચાલય રાત્રીના સમયે જ લોક મારી બંધ શા માટે રખાય છે..!?

શું આ બાબતે સંતરામપુર ડેપોમાં ફરજ બજાવતા વહીવટી તંત્ર અને ગુજરાત એસ.ટી. નિગમનું તંત્ર આના વિશે શું જાણે છે કે નહી...!?

શું ગુજરાત એસ.ટી.નિગમમાં આવેલ તમામ ડેપોમાં સોચાલય 24 કલાક મુસાફરો ના હિત માટે ચાલુ રહે છે. તો પછી આ સંતરામપુરમાં આવેલ નવીન બસ સ્ટેશનના સોચાલય લોક મારેલ હાલતમાં કેમ રાત્રીના સમયે રખાય છે..! શું આ શૌચાલય મુસાફરોના હિત માટે સંતરામપુર ડેપો 24 કલાક શરૂ કરી શકતા નથી..! શું આ બાબતે એસ.ટી.નિગમ વહિવટી તંત્ર તપાસ કરી 24 કલાક આવતા જતા મુસાફરોના હિત માટે રાત્રે પણ ચાલુ રાખશે ખરા..!?