વેજલપુર ગ્રામ પંચાયતમાં ચાર્જ લેનાર તલાટી ગ્રામપંચાયત માંથી સાંજના ૪:૩૦ વાગ્યાના રફુચક્કર થયાની ચર્ચા..

  • 7:18 pm March 16, 2023
અજયસિંહ ચૌહાણ, પંચમહાલ

 

પંચમહાલ જિલ્લાની વેજલપુર ગ્રામપંચાયત સતત ચર્ચામાં રહી છે હવે નવો કિસ્સો સામે આવ્યો નાયબ જિલ્લા વિકાસ અધિકારી દ્વારા ત્રીસ જેટલા તલાટીઓની બદલી કરવામાં આવી હતી જેમાં વેજલપુર ગ્રામ પંચાયતના તલાટીની પણ બદલી કરવામાં આવી હતી જેમાં વેજલપુર ગ્રામ પંચાયતના તલાટી હર્ષદ ચૌહાણની બદલી નાદરખાં ગ્રામ પંચાયતમાં કરવામાં આવી હતી અને નાદરખાં ગ્રામ પંચાયતના તલાટી કિંજલની બદલી વેજલપુર ગ્રામ પંચાયતમાં કરવામાં આવી હતી ત્યારે તારીખ ૧૫/૦૩/૨૦૨૩ ના રોજ તલાટી દ્વારા વેજલપુર ગ્રામ પંચાયતનો ચાર્જ સંભાળ્યો હતો અને એક તરફ સરકારના નીતિ નિયમો મુજબ ગ્રામ પંચાયતમા ૧૦:૩૦ થી લઈને સાંજના ૬:૧૦ સુધી તલાટીક્રમ મંત્રીએ ગ્રામ પંચાયતમાં હાજર ફરજીયાત રહેવું પડે તેવો સરકારના નીતિ નિયમો છે પણ જાણે વેજલપુર ગ્રામ પંચાયતમા નવા આવેલા તલાટીને આ નિયમોની ખબરજ ના હોય તેમ પોતાની મનમાની ચલાવી વેજલપુર ગ્રામ પંચાયતમાંથી સાંજના ૪:૩૦ કલાકે ગ્રામ પંચાયતમાંથી રફુચકર થઈ ગયા હતા ત્યારે વેજલપુર ગામના એક જાગૃત નાગરિક દ્વારા તેવોના પ્રશ્નો અંગેની અરજી લઈ ગ્રામ પંચાયતમાં આપવા માટે ગયા હતા ત્યારે વેજલપુર ગ્રામ પંચાયતમાં જતા ત્યાં તલાટી હાજર જોવા મળ્યા નોહતા જેથી અરજી આપવા માટે ગયેલ જાગૃત નાગરિક દ્વારા તલાટીનો ટેલિફોનિક સંપર્ક કર્યો હતો ત્યારે તલાટી દ્વારા જણાવ્યું હતું કે હું ગોધરા કામ અર્થે આવેલ છું તેમ જણાવ્યું હતું ત્યારે જાગૃત નાગરિક દ્વારા કાલોલ તાલુકા પંચાયતના તાલુકા વિકાસ અધિકારીનો ટેલિફોનિક સંપર્ક કર્યો હતો ત્યારે તાલુકા વિકાસ અધિકારી પણ દ્વારા ઉડાવ જવાબ આપવામાં આવ્યો હતો ત્યારે વેજલપુર ગ્રામ પંચાયતના તલાટી ઉપર ક્યાં અધિકારીઓના છુપા આર્શિદવાદ છે..? શું હવે વેજલપુર ગ્રામ પંચાયતમાં આવેલા તલાટી ઉપર પંચમહાલ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ક્યાં પ્રકારની કાર્યવાહી હાથ ધરશે..? કે નાયબ જિલ્લા વિકાસ અધિકારી દ્વારા વેજલપુર ગ્રામ પંચાયતની ઝીણવટ ભરી તપાસ કરે તો વેજલપુર ગ્રામ પંચાયતનો મસમોટો ભ્રષ્ટાચાર બહાર આવે તેમ છે. હવે જોવું એ રહ્યું કે તલાટી ઉપર જિલ્લા વિહીવટી તંત્ર દ્વારા ક્યાં પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે..!