ડાંગ જિલ્લામાં ધો.૧૦ ગણિતની પરીક્ષામાં એક વિદ્યાર્થી ગેરહાજર, જ્યારે ધો.૧૨નાં આંકડાશાસ્ત્ર તથા રસાયણ વિજ્ઞાનની પરીક્ષામાં 5 વિદ્યાર્થીઓ ગેરહાજર..
- 8:18 pm March 16, 2023
સુશીલ પવાર, ડાંગ
પ્રાપ્ત વિગતો અનુસાર સમસ્ત રાજ્યમાં એસ.એસ.સી અને એચ.એસ.સી બોર્ડની પરીક્ષાઓ શાંતિપૂર્ણ માહોલમાં ચાલી રહી છે. ડાંગ જિલ્લામાં પણ એસ.એસ.સી બોર્ડ અને એચ.એસ.સી બોર્ડની પરીક્ષાઓનો શુભારંભ થયેલ છે. ડાંગ જિલ્લામાં ગુરુવારે એસ.એસ.સી બોર્ડનાં સ્ટાન્ડર્ડ ગણિતનાં વિષય માટે કુલ નોંધાયેલ 210 પરીક્ષાર્થીઓ પૈકી 209 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જ્યારે 1 વિદ્યાર્થી ગેરહાજર રહયો હતો.જ્યારે એચ.એસ.સી બોર્ડના સામાન્ય પ્રવાહનાં આંકડાશાસ્ત્ર તથા રસાયણ વિજ્ઞાનની પરીક્ષામાં કુલ 582 વિદ્યાર્થીઓમાંથી 577 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી.જ્યારે બન્ને વિષયનાં પ્રશ્નપત્રમાં 05 વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા..