રાણપુરના બુબડીથી કુંડલી જવાના કાચા રસ્તે વાડીમાં જુગાર રમતા ૬ જુગારીઓને રોકડા રૂ.૨૨.૪૧૦ સાથે પોલીસે ઝડપી પાડ્યા...

  • 4:51 pm March 17, 2023

 

 

- પ્રતિકારાત્મક તસવીર

બોટાદ જીલ્લાના રાણપુર પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર એસ.જી.સરવૈયા તથા પોલીસ સ્ટાફના ASI નીલેશભાઇ પરમાર, ગોવિંદભાઈ સાંબડ, સુરેશભાઈ બાવળીયા, ર્ધમેન્દ્રભાઈ પચ્છમીયા, અજીતસિંહ ચાચીયા સહીતના માણસોએ બાતમીને આધારે રાણપુર તાલુકાના બુબડીથી કુંડલી ગામે રેલ્વેસ્ટેશન તરફ જવાના કાચા રસ્તા ઉપર બાબુભાઇ બેચરભાઇ ઓળકીયાની વાડીએ ખુલ્લી જગ્યામા રેઇડ કરતા ગંજીપાનાના પત્તા વડે હારજીતનો જુગાર રમતા ૬ ઇસમોને ઝડપી પાડ્યા હતા જેમાં ગીરીશભાઇ વલ્લભાઇ મકવાળા રહે.શિયાનગર બોટાદ,હરીભાઇ ગોરધનભાઇ સવાણી રહે.બોટાદ,રવિભાઇ બાબુભાઇ દેત્રોજા રહે.શિયાનગર બોટાદ,હેમુભાઇ પુનાભાઇ રોજાસરા રહે.બોટાદ,પુનાભાઇ વલ્લભાઇ જાદવ રહે.તાજપર તા.જી.બોટાદ,સંજયભાઇ બાબુભાઇ ઓળકીયા રહે.બુબડી વાળા ને રોકડા રૂ .૨૨,૪૧૦ ના મુદ્દામાલ સાથે પકડી પાડી જુગારધાર -૧૨ મુજબ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે..