રાધનપુર બાદરપુરા ગામ ખાતે PMJY હેઠળ આયુષ્માન કાર્ડ ઇશ્રમ કાર્ડ તથા આરોગ્ય મેળાનું આયોજન..

  • 5:10 pm March 17, 2023
રિપોર્ટર- અનિલ રામાનુજ

 

પાટણ જિલ્લાનાં રાધનપુર તાલુકાના બાદરપુરા ગામ ખાતે  PMJY અંતર્ગત આયુષ્માન કાર્ડ ઇશ્રમ કાર્ડ તથા આરોગ્ય મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બાકી વેરા અંગે બાદરપુરા ગામમાં ઝુંબેશ રૂપે તાલુકામાંથી આવેલા સંગીતાબેન તથા તલાટી દશરથભાઈ ઠાકોર સરપંચ મુકેશભાઈ સોલંકી તથા આરોગ્ય સુપરવાઇઝર ભરતભાઈ જોશી હરેશભાઈ જોશી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર નાનાંપુરા દ્વારા માઈક લઈ જન જાગૃતિ ફેલાવવા પ્રચાર કર્યો હતો. તથા ગામમાં ઘરે ઘરે ફરીને લોકોને સમજાવવામાં આવ્યા હતા. જેમાં PMJY ઈશ્રમકાર્ડ ગામમાં બાકી રહેતા હોય ઘરવેરા બાકી હોઈ તેવા લોકોને ભરવા માટે અને સમજાવવામાં આવ્યા હતા. તેમજ ઘરવેરાની વસુલાત કરવામાં આવી હતી. અને એ વિષય અનુસંધાને સમજૂતી અધિકારીઓ દ્વારા આપવામાં આવી હતી. તેમજ ગામમાં ઝુંબેશ રૂપે આયુષ્યમાન કાર્ડ અને ઈશ્રમ કાર્ડ કાઢવામાં આવ્યા હતા.

આમ, રાધનપુર તાલુકાનાં બાદરપૂરા ગામ ખાતે ગામનાં તલાટી, સરપંચ, આરોગ્ય સુપર વાઈઝર વગેરે અધિકારીઓ દ્વારા ઝુંબેશ રૂપે ગામમાં જાગૃતિ લાવવા પ્રચાર પ્રસાર કરવામાં આવ્યો અને PMJY હેઠળ ઈશ્રમ કાર્ડ આયુષમાન કાર્ડ કાઢવામાં આવ્યા હતા સાથે બાકી રહેતા ઘર વેરાની વસુલાત કરવામાં આવી હતી.