છાછર બસ સ્ટેશનના રસ્તામાં અનેક ખાડા દેખાવા લાગ્યા, અવારનવાર સર્જાય છે ગંભીર અકસ્માતો, તંત્રના આંખ આડા કાન..

  • 5:16 pm March 17, 2023
રિપોર્ટર શબ્બીર સેલોત

 

 

કોડીનાર તાલુકાનાં છાછર ગામમાં આવેલ બસ સ્ટેશન પર રસ્તો અતિ બિસ્માર હાલતમાં હોવાથી અસ્માતની ઘટનાઓ અવારનવાર બને છે. વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે છાછર ગામના સરપંચ સહિત ગામના લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. પુલના બસ સ્ટેશન પર છેલ્લા ઘણા સમયથી ખાડા આટલા બધી પડ્યા છે કે ખબર પડતી નથી રસ્તામાં ખાડા છે કે ખાડામાં રસ્તો છે અંબુજા કંપની અને પ્રાઇવેટ કંપનીના મસ મોટા ટ્રકોની હડીયા પાટી એક ધારી સતત આખો દિવસ ચાલુ રહે છે અને ઘણા અકસ્માતો પણ સર્જાયા છે પણ છાછર ગામની પરિસ્થિતિ અંધેરી નગરીને ગંડુરાજા જેવી છે ખુદ સરપંચ અને ઉપ સરપંચ પાસેથી જાણવા મળ્યું કે હમે ઘણાં ધકા તાલુકા વિકાસ અધિકારી પાસે ખાધા પણ તેની પાસેથી એવું જાણવા મળ્યું કે ગાંધીનગરથી અટકાવવા આવ્યું છે એટલે શું ગામના કામ શું ગાંધીનગર માંગવા જવાના એવા લોક મુખે ચર્ચાઈ રહ્યું છે તંત્ર  પણ આખ આડે કાન કરી રહ્યું છે તેવું લાગી રહ્યું છે અંબુજા સિમેન્ટ કંપનીના અને પ્રાઇવેટ કંપનીમાં ટ્રકોના કારણે મોટા ખાડા પડે છે અને એના કારણે વારંવાર ગંભીર અકસ્માતો સર્જાય છે. તેમજ રસ્તામાં મોટા ખાડા હોવાના લીધે ગમે ત્યારે વાહન પલટી ખાઈ જવાનો ભય વાહન ચાલકોમાં રહે છે. આ બાબતે સરપંચ તેમજ ગામ લોકો દ્વારા તંત્રને વારંવાર રજૂઆત કરવા છતાં તંત્ર આંખ આડા કાન કરી રહ્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. જોકે સરપંચની રજૂઆતો પણ તંત્રના કાને સંભળાતી નથી. આમ પ્રજાના સવાલો કોણ સાંભળશે તેની સામે સવાલો ઉઠ્યા છે બિસ્માર રસ્તાને તાત્કાલિક તંત્ર દ્વારા રિપેર કરવામાં આવે તો અહીંથી પસાર થતાં અનેક વાહન ચાલકો, ખેડૂતો અકસ્માતનો ભોગ ન બને. લોકોની સુખાકારી માટે તાત્કાલિક કાર્યવાહી કરી ગામ પરનો રસ્તો રિપેર કરવામાં આવે તેવી ગ્રામ પંચાયત સરપંચ સહીત ગ્રામજનોએ માગ ઉઠાવી છે. ગ્રામ પંચાયત સરપંચે ઉચ્ચકક્ષાએ લેખિત રજૂઆત કરવા છતાં કોઈ કામગીરી થઈ નથી. આ સિવાય ગામમાં અનેક પ્રશ્નો હોવા છતાં કોઈ ધ્યાન આપતું નથી. જેથી તાત્કાલિક અસરથી આ પ્રશ્નનો ઉકેલ આવે તેવી માગ કરવામાં આવી છે.