સુરત: લોકોમાં અંગદાન વિશે જાગૃતતા લાવવા સિવિલ હોસ્પિટલ દ્વારા મહારેલી યોજાઇ..

  • 5:35 pm March 17, 2023
રિપોર્ટર- એજાજ શેખ

 

અંગદાન મહાદાન જનજાગૃતિ અભિયાન અંતર્ગત સિવિલ હોસ્પિટલ દ્વારા મહારેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં તબીબો સહિત નર્સિંગ સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો. સમગ્ર ગુજરાત રાજ્યમાં અંગદાન મહાદાન મહા જાગૃતિ અભિયાને વેગ પકડ્યો છે, ત્યારે લોકો રક્તદાન, નેત્રદાન જેવા અનેક દાન કરે છે. પરંતુ અંગદાન વિશે હજુ લોકોમાં જનજાગૃતિ આવી નથી, ત્યારે સુરત શહેરની સિવિલ હોસ્પિટલ તેમજ અંગદાન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા અંગદાન મહાદાન જનજાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. લોકોમાં અંગદાન વિશે જાગૃતતા લાવવા તબીબો સહિત મોટી સંખ્યામાં નર્સિંગ સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો.