દેવગઢબારીયા સિવિલ હોસ્પિટલની બહાર પીવાના પાણીનું ફ્રીઝ શોભાના ગાંઠીયા સમાન; હોસ્પિટલની આસપાસ ગંદકીનું પણ સામ્રાજ્ય..

  • 6:24 pm March 17, 2023
રિપોર્ટર:જાબીર શુકલા

 

દેવગઢ બારીયા શહેર એક રાજા રજવાડાના હાથોથી વિકસાવેલ શહેર છે. જેને પંચમહાલનું પેરિસ તરીકે ઓળખવામાં આવે છે. હોસ્પિટલની બિલ્ડિંગ રાજાઓના હાથે બનાવેલ જે હોસ્પિટલમાં દેવગઢ બારીયા તેમજ આસપાસના તમામ ગામોના ગરીબ લોકો સારવાર લઇ રહ્યા છે. પણ તેને વહીવટ કરતાઓની તેમજ તંત્રની પોલ ખુલ્લી પડતી જોવાય રહી છે. કારણ કે આટલા મોટા સિવિલ હોસ્પિટલમાં કુલ આઠ ડોકટરોની જગ્યા છે. જેમાંથી ચાર ડોકટરો હાજર રહેતા હોય છે અને તેમાંથી પણ કેટલાક ડોકટરો રજાઓ ઉપર જતાં હોય છે. તેવા સમયે દર્દીઓને ભારે સામનો કરવો પડી રહ્યો છે. સાથે સાથે તે પણ જાણવા મળ્યું કે જે હાજર ડોકટરોને પણ કામનું ભારણ વધતું હોય છે. અને દર્દીઓને પણ પૂરતી સારવાર નથી મળતી જેના કારણે ગરીબ પ્રજાને મુશ્કેલીઓ વેઠવી પડી રહી છે, તો શું તંત્ર દ્વારા તાત્કાલિક અસરથી આવી તમામ સમસ્યાઓ દૂર કરવામાં આવશે. કે કેમ ?.. તે જોવું રહ્યું જો તેમ નહિ કરવામાં આવે તો ગરીબ પ્રજાનું શું ?.. તે તો આવનારો સમય જ બતાવશે.

દેવગઢ બારીયા શહેરમાં આવેલ સિવિલ હોસ્પિટલમાં કેટલાક સમયથી પીવાના પાણીની ભારે મુશ્કેલીઓનો સામનો કરવા પડી રહ્યો છે. અને પુરા હોસ્પિટલની આસપાસ ગંદકીનું પણ સામરાજ્ય ઠેર ઠેર કચરાના ઠગલા જોવા મળી રહ્યા છે. જેને લઈ દર્દીઓને ભારે હલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે. અને હોસ્પિટલની બહાર પીવાના ઠંડા પાણીનું ફ્રીઝ તો મુકવામાં આવ્યું છે. પણ તે શોભાના ગાઠિયા સમાન જોવાય રહ્યું છે. ત્યારે તંત્ર કેટલું નિષ્ફળ ગણાય તે તો અહીયાથી જ સાબિત થાય છે. જો આવી પરિસ્થિતિમાં ગરીબ દર્દીઓ અને તેમના સગા વ્હાલાની વ્હારે કોણ આવશે ?.. તે પણ એક સવાલ છે. લોકો બજારમાંથી પાણીના બોટલો ખરીદી પાણી પીવા મજબુર બન્યાં છે. આવો આંધળો વહીવટ ક્યાંર સુધી ચાલશે ?.. તેવી લોક મુખે ચર્ચાઓ જોવા મળી અને સરકાર દ્વારા લાખ્ખો રૂપિયા ગ્રાન્ટો પણ ફાળવવામાં આવે છે. પણ તેનો વહીવટ કરનારાઓ નિષ્ફળ અને દવાખાનામાં સારવાર માટે ડોકટરોની સંખ્યા પણ પૂરતા પ્રમાણમાં નથી જેના કારણે પણ ગરીબોને મુશ્કેલીઓ..