ડાંગ જિલ્લાનાં ગામડાઓમાં સતત પાંચમા દિવસે વીજળીનાં કડાકા-ભડાકા અને કરા સાથે કમોસમી વરસાદ…

  • 6:32 pm March 17, 2023
સુશીલ પવાર, ડાંગ

 

પ્રાપ્ત વિગતો અનુસાર ડાંગ જિલ્લાનાં ગામડાઓમાં સતત પાંચમા દિવસે વીજળીનાં કડાકા ભડાકા અને કરા સાથે કમોસમી વરસાદ તૂટી પડતા સર્વત્ર  પંથકોનું વાતાવરણ ચોમાસામય બની જવા પામ્યુ હતુ.ડાંગ જિલ્લામાં  તડકો,ઠંડી,વરસાદ જેવો માહોલનાં પગલે સતત પાંચમા દિવસે ત્રિવેણી ઋતુચક્રનો સંગમ રચાયો હતો. ડાંગ જિલ્લાનાં સાપુતારા, ગલકુંડ,શામગહાન,બોરખલ,આહવા સહિત પૂર્વપટ્ટી અને સરહદીય પંથકોમાં શુક્રવારે સતત પાંચમા દિવસે ક્યાંક હળવા સ્વરૂપેનો તો ક્યાંક બરફનાં કરા સાથે માવઠું વર્તાતા સમગ્ર પંથકમાં પાણીની રેલમછેલ ફરી વળી હતી.ડાંગ જિલ્લામાં સતત પાંચ દિવસથી પડી રહેલા કમોસમી માવઠાનાં પગલે ડાંગી ખેડૂતોને જંગી નુકસાનની ભીતી વર્તાઈ છે.ચાલુ વર્ષે ડાંગ જિલ્લામાં કમોસમી માવઠાનાં પગલે આંબા સહિત ફળફળાદી તેમજ શાકભાજી જેવા પાકો નિષ્ફળ જતા ખેડૂતોને આર્થિક નુકસાની સાથે માથે હાથ દેવાનો વારો આવ્યો છે..