રાધનપુર જલારામ સોસાયટી આગળ ગટરનું ગંદુ પાણી રસ્તા પર ફરી વળતા વાહન ચાલકો દુકાનદારો પરેશાન..
- 6:47 pm March 17, 2023
પાટણ જિલ્લાનાં રાધનપુર વિસ્તારમાં ઘણા સમયથી ગટરના પ્રશ્નો યથાવત જોવા મળ્યા રહિયા છે. ગટરો ઉભરાવાનો સિલસિલો હજુ યથાવત જોવા મળ્યો છે. ત્યારે આજરોજ રાધનપુર જલારામ સોસાયટી આગળ ગટરનું ગંદુ પાણી રોડ પર ફરી વળતાં દુકાનદારો અને વાહન ચાલકો ભારે મુશ્કેલીમાં મુકાયા હતા.
રાધનપુર નગર પાલિકા સામે અનેક પ્રશ્નો ઉભા થવા પામ્યા છે. ગટરો ઉભરાઈ રહી છે છતાં નગરમા સફાઈ કામદારો અમુક સમય ગેરહાજર જોવા મળે છે. રોગચાળો ફાટી નીકળવાની દહેશત સર્જાઇ એવા દ્રશ્ય સામે આવી રહ્યા છે.
ત્યારે જલારામ સોસાયટી આગળ ગટર ઊભરાતા રોડ પર પાણી ફરી વળ્યુ હતું જે રાધનપુર બજારનો મેન રોડ છે ત્યાં વાહન ચાલકો દુકાનદારોથી લઈને સ્કૂલે જતાં બાળકો આ ગટરનાં ગંદા પાણીમાં ચાલવા મજબૂર બન્યા છે. ત્યારે પાલિકા સામે અનેક સવાલો ઉભા થવા પામ્યા છે. આમ, રાધનપુર જલારામ સોસાયટી આગળ મુખ્ય બજાર વિસ્તારમાં ગટરનું પાણી ઉભરાતા રોડ રસ્તા વચ્ચે પાણી જ પાણી થતાં વાહન ચાલકો તેમજ દુકાનદારો અને આવતા જતાં લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.