કરજણ જૂની શાક માર્કેટ પાસે જૂની અદાવતે ભાજપ યુવા મોરચાના પ્રમુખના ભાઈ પર થયો હુમલો..

  • 6:56 pm March 17, 2023
રિપોર્ટર :મુકેશ અઠોરા

 

ભાજપ ના યુવા મોરચા ના પ્રમુખ પ્રણવસિંહ અટાલિયા ના નાના ભાઈ જયવીર સિંહ આટલીયા પર થયો હુમલો

કરજણ જૂની શાક માર્કેટ પાસે જૂની અદાવતે ભાજપ ના યુવા મોરચાના પ્રમુખ પ્રણવસિંહ અટાલિયા ના નાના ભાઈ જયવીર સિંહ આટલીયા પર થયો હુમલો. મારાં મારીનો વિડીયો થયો વાઇરલ. કરજણ પોલીસ માં નોંધાઈ ફરિયાદ.

પ્રાપ્ત માહિતી અનુસાર કરજણ ટોલ નાકા પર એક મહિના અગાઉ રાત્રી ના સમયે ભાજપના યુવા મોરચાના પ્રમુખ પ્રણવ સિંહ આટલીયા ના સગા સબંધી ની ફોર વિલર ટોલ ફ્રી ભર્યા વિના પાસ ના થવા દેતા પ્રણવ સિંહ આટલીયાએ ટોલનાકા પર મારામારી કરી હતી. તે બાબતે આ દ્રશ્ય સી. સી. ટી. વી. માં કેદ થયાં હતા. આ બાબતે પણ કરજણ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી.તે જૂની અદાવત રાખીને મિયાગામ રહેતા જયેન્દ્ર સિંહ હમીરસિંહ ગોહિલ તેમજ પૃથ્વીસિંહ બળવંત સિંહ ગોહિલ તા ૧૬/૦૩/૨૦૨૩ના રોજ બપોરના ૩:૩૦ કલાકે કરજણ જૂની શાક માર્કેટ પાસે ભાજપના યુવા મોરચાના પ્રમુખ પ્રણવસિંહ આટલીયાનો નાનો ભાઈ જયવીર સિંહ આટલીયા બાબા બજરંગ પણ સેન્ટરે મિત્રો સાથે વાતચીત કરતા જયેન્દ્રસિંહ તેમજ પૃથ્વી શિહે જોઈ જતા જૂની અદાવત રાખી જયવીર સિંહને અભદ્ર શબ્દો નું બોલી જયવીર સિંહને ગડદા પાટુ નો માર મારી બન્ને ભાઈઓને જાનથી મારી નાખીસ તેવો મારાં મારીનો વિડીયો વાઇરલ થયો હતો. આ મારામારી સર્જાતા આસપાસ માં ભયનો માહોલ સર્જાયો હતો. આ ઘટનાને લઈને કરજણ પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી આરંભી છે.