કરજણ હાઇવે પર ટ્રાફિક વહીવટદારના ડ્રાયવર સાથે વાહન ચલાકની માથાકૂટ...

  • 7:25 pm March 17, 2023
રિપોર્ટર- મુકેશ અઠોરા

 

પ્રાપ્ત માહિતી અનુસાર કરજણ ને. હા. નં.૪૮ પર કરજણ ચોકડી પર કરજણ થી વડોદરા તરફ ઈક્કો ગાડીઓ પેસેન્જરમાં ફરે છે. આ વાહન ચાલકો માંડ માંડ આવી મોંઘવારી માં પેટીયું રડતા હોય તેમાં પણ અમુક અધિકારીઓ ભરણ ના નામે લાંચ લઈ વાહન ચાલકોને ભરચક પેસેન્જર બેસાડવાનું છૂટછાટ આપતાં હોય છે. વાહન ચાલકો પણ ઈક્કો ગાડીમાં કાયદેસર ૭ સીટ નું પારસીંગ હોવા છતાં દસથી બાર પેસેન્જર ઘેટાં બકરાની માફક ભરતા હોય છે.

કરજણ હાઇવે ધાવટ ચોકડી પર સવાર ના સમય ગાડાં દરમિયાન એક વાહન ચાલક હનુભાઈ પેથાભાઈ ભરવાડે એક ઈક્કો ચાલાકે પોતાની ઈક્કો ગાડી રસ્તા પર મુકતા હનુભાઈ ભરવાડે ટ્રાફિક માં અડચણ ના થાય તે હેતુસર ગાડી સાઈડ પર મુકવાનું કહેતા ઈક્કો ગાડીનો ડ્રાયવર ઉશ્કેરાઈ ને હનુભાઈ ભરવાડને કહેતો કેમ તું મને ઓળખે છે હું ટ્રાફિક વહીવટ દાર જીતુભાઇ નો માણસ છું અને આ ગાડી પણ તેમની છે તેમ કહેતા મામલો ગરમ બન્યો હતો. આ ઘટના બનતા હનુભાઈ ભરવાડે મીડિયા ને જણાવ્યું હતું કે પહેલા કરજણ થી વડોદરા ના વાહનોનું ભરણ ૩૦૦ રૂપિયા હતું પરંતુ આ વર્ષેથી જિલ્લા ટ્રાફિકે ૨૦૦ રૂપિયાનો વધારો કરી મહિને ૫૦૦ ભરણ વડોદરા ના જીતુભાઇને આપવું પડે છે અને ભરણ નહિ આપતાં ટ્રાફિક જમાદારો દ્વારા અમને મેમાં આપવા પડે છે તેવા આક્ષેપો હનુભાઈ ભરવાડ દ્વારા કરવામાં આવ્યા હતા. આ બાબતે જોતા જિલ્લા ટ્રાફિક શંકાના ડાયરામાં હોય તેવું જણાઈ રહ્યું છે તો આ શુ આ સમાચાર પ્રસિદ્ધ થતા કોઈ અધિકારી એક્ષન લેશે ખરા? તે આવનાર સમય બતાવશે..