સુરત પોલીસ કમિશનરની ઉપસ્થિતિમાં ‘લોકરક્ષક બેચ-૨૦૨૩’ની તાલીમનો શુભારંભ

  • 8:20 pm March 17, 2023

 

 

૨૨૪ લોકરક્ષક પોલીસ જવાનોને આઠ મહિના દરમિયાન ઈન્ડોર તથા આઉટડોર તાલીમથી સજ્જ કરવામા આવશે

સુરત શહેર પોલીસ મુખ્ય મથક ખાતે આવેલ તાલીમ કેન્દ્ર ખાતે પોલીસ કમિશનર અજયકુમાર તોમર, જે.સી.પી , એડી સી.પી. તથા ના.પો.કમિ.(વહિવટ અને મુખ્ય મથક)ની ઉપસ્થિતિમાં ‘લોકરક્ષક બેચ-૨૦૨૩’ની તાલીમનો શુભારંભ થયો છે.                 

ના.પો.કમિ.(વહિવટ અને મુખ્ય મથક) સરોજકુમારીએ પાવર પોઈન્ટ પ્રેઝેન્ટેશનથી તાલીમાર્થીઓને આઠ મહિનાની તાલીમની રૂપરેખા આપી હતી. નવા હાજર થયેલા ૨૨૪ તાલીમાર્થીઓને ઇન્ડોર તથા આઉટડોરની તાલીમ આપવામાં આવશે. આઉટડોર તાલીમમાં પી.ટી.પરેડ, સાયન્ટીફિક પી.ટી., સ્કવોડ ડ્રીલ, બેનેટ ફાઇટીંગ, ડિઝાસ્ટર મેનેજમેન્ટ અને અન્ય તથા ઇન્ડોર તાલીમમાં વિવિધ કાયદાઓ જેમાં ઇન્ડીયન પીનલ કોડ-૧૮૬૦, બંધારણ, ભારતીય ફોજદારી કાર્યરિતી-૧૯૭૩, ગુજરાત પોલીસ એક્ટ જેવા કાયદાઓ વિશેના અભ્યાસક્રમથી અવગત કરવામાં આવશે. 

આ પ્રસંગે પોલીસ કમિશનરએ તાલીમ દરમિયાન શિસ્ત અને નિયમિતતાનું મહત્વ સમજાવીને તમામ તાલીમાર્થીઓને મોં મીઠું કરાવી અન્ય મહત્વના વિષય ઉપર પણ ચર્ચા કરી માર્ગદર્શન આપ્યુ હતું.