કરજણ આમોદ બ્રિજ તેમજ સેવાસદન ક્રોસિંગ બંધ થતા વાહન ચાલકોમાં રોષ...

  • 7:41 pm March 18, 2023
રિપોર્ટર- મુકેશ અઠોરા

 

પ્રાપ્ત માહિતી અનુસાર કરજણ થી આમોદ તરફ જવાનો બ્રિજ છેલ્લા દસ વર્ષથી જર્જરિત હાલતમાં છે. તંત્ર એ છેલ્લા બે વર્ષ થી બ્રિજ જર્જરિત હાલત ના બહાને ભારદારી વાહનોને બ્રિજ પર લોખંડ ની એંગલો મારી બંધ કરવામાં આવ્યા છે પરંતુ બ્રિજના રીનોવેશન માં કોઈ રસ નથી. આ ભારદારી વાહનોને આમોદ તરફ થી આવતા વાહનોને મિયાગામ ચોકડી થઈ જલારામ ચોકડી પસાર થઈ અણસ્તુ ચોકડી થઈ સેવાસદન ચોકડીએથી હાઇવે ચઢી સુરત તરફનો રસ્તો પકડવો પડતો પરંતુ છેલ્લા દાસ દિવસથી સેવાસદન ચોકડી પર જે વડોદરા તરફથી કરજણ માં અવાતું ક્રોસિંગ બંધ કરવામાં આવ્યું છે. કારણકે આ સેવાસદન ચોકડી પર અવાર નવાર અકસ્માત બનતા હતા. આ કારણે બંધ કરવામાં આવ્યું પણ જે આમોદ તરફથી ભારદારી વાહનો સુરત તરફ આવે તે વાહનો ક્યાં જશે? તે એક મોટો સવાલ છે. તો તંત્ર એ આ ભારદારી વાહનોને કંડારી ગામથી ક્રોસિંગ આપવામાં આવ્યું. તો શુ સેવાસદન ચોકડી પર અકસ્માત ના બનાવ બનતા હતા તો શુ કંડારી ગામે નહિ બને? હાઇવે ની બિલકુલ બાજુમાં જ કંડારી ગામ આવેલું છે ગામના બાળકોને સ્કૂલ તથા ગામના માણસોને ખેતી કામે જવાનુ તો રોડ ક્રોસ કેમ કરશે? શુ અકસ્માતમાં ગામના લોકો ભોગ નહિ બને? આ એક મોટો સવાલ ઉભો થાય છે.. તંત્ર ના આવા અણઘઢ વહીવટ ના કારણે પ્રજા તેમજ વાહન ચાલકોને હાલાકી ભોગાવાનો વારો આવ્યો છે. જો કરજણ થી આમોદ વાળો બ્રિજ નું સમારકામ થઈ બ્રિજ ચાલુ કરવામાં આવે તો તમામ મુશ્કેલીઓનું સમાધાન થઈ શકે છે પરંતુ જાડી ચામડીના અધિકારીઓને બ્રિજનું સમારકામ કરવામાં કોઈ રસ જ નથી તેમ સામાજિક કાર્યકરો દ્વારા આકારા આક્ષેપો જોવા મળ્યા હતા. શુ તંત્ર આ વાતને ધ્યાન માં લેશે કેમ કેમ? તે એક પ્રશ્ન છે.