અંબાજી ગબ્બર સહિતના માર્ગોની સ્ટ્રીટ લાઇટો બંધ હાલતમાં: અનેકો અસામાજિક ગતિવિધિઓ માટે અવસર, દુર્ઘટનાની રાહ જોતું અંબાજી તંત્ર..!
- 10:05 pm July 27, 2023
બનાસકાંઠા,
સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી મંદિર કરોડો લોકોના આસ્થા નું કેન્દ્ર છે. ત્યારે માં જગતજનની અંબાના ધામે દરરોજ હજારો લાખોની સંખ્યામાં માઈભક્તો મા અંબા ના દ્વારે આવી માતાજીનો આશીર્વાદ મેળવે છે. યાત્રાધામ અંબાજીમાં અનેક દર્શનાર્થીઓ રાત્રિ રોકાણ પણ કરતા હોય છે. અંબાજીમાં રાત્રે દરમિયાન સ્ટ્રીટ લાઈટો બંધ હાલત મા જોવા મળી રહી છે. જેના લીધે રાત્રિના સમયે આવતા જતા યાત્રાળું અને સ્થાનિકો મા ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.
યાત્રાધામ અંબાજીમાં કરોડો રૂપિયાના ખર્ચે અનેકો વિકાસના કામો કેન્દ્ર સરકારના પ્રોજેક્ટ હેઠળ થવાના છે. પણ અંબાજી ની અમુક સમસ્યાઓ ના નિરાકરણ લાવવા માટે સ્થાનિક તંત્ર નબળું સાબિત થઈ રહ્યું છે. યાત્રાધામ અંબાજીમાં મુખ્ય માર્ગો પર સ્ટ્રીટ લાઇટો બંધ હાલતમાં જોવા મળી રહી છે તો રાત્રિના સમયે જાહેર માર્ગો અંધકાર મા છવાયા જોવા મળી રહ્યા છે. જેના કારણે અંબાજી રાત્રિના સમયે આવતા યાત્રાળુઓ અને સ્થાનિકો માં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. મુખ્ય માર્ગો પર સ્ટ્રીટ લાઇટો બંધ હોવાના કારણે અંબાજી મા રાત્રિના સમયે અંધેર નગરી મા ફેરવાઈ જાય છે. અને રાત્રિના સમયે આ અંધારપટ નો ફાયદો અનેક અસામાજિક તત્વો ઉઠાવી શકે છે. તો સાથે સાથે અંધારપટ અનેકો દુર્ઘટનાઓનું કારણ પણ બની શકે છે. સ્થાનિક તંત્ર યાત્રાધામ અંબાજીને અંધારપટમાંથી ક્યારે રોશની તરફ લઈ જશે અને પોતાના કામગીરી ક્યારે સમજી સ્ટેટ લાઈટો ચાલુ કરશે. તે અંબાજીના તંત્રની કામગીરી પર નિર્ભર કરે છે.
તાજેતર મા અમદાવાદ મા મોટી દુર્ઘટના ઘટી હતી જેમાં નવ લોકો ના જીવ હોમાઈ ગયા હતા. અમદાવાદ મા રાત્રી ના સમય કાર ચાલકે પૂર ઝડપે કાર થી બનેલી ઘટના થી સમગ્ર દેશ શોક મા હતું. ઘટના બાદ અમદાવાદ તંત્ર દ્વારા અમદાવાદ ના હાઇવે માર્ગો સહિત ના માર્ગો પર સ્ટેટ લાઈટો વધારવા અને સી.સી.ટી.વી કેમરા વધારવા નો આદેશ કર્યો છે. યાત્રાધામ અંબાજી મા લાગેલી સ્ટેટ લાઈટો પણ ચાલુ નથી અને તંત્રની કોઈપણ કામગીરી દેખાતી નથી. અંબાજી ગબ્બર રોડ પર લાગેલી રોડ લાઈટો બંદ હાલતમા છે અને અનેકો દુર્ઘટનાઓને આમંત્રણ આપી રહી છે. તો શુ યાત્રાધામ અંબાજીનુ તંત્ર પણ કોઈ મોટી દુર્ઘટના સર્જાય તેનું રાહ જોઈ રહી છે..?