ફતેપુરા નગરના જૂના બસ સ્ટેશન વિસ્તારમાં ગ્રામ પંચાયત શોપિંગ સેન્ટરમાં ગંદકીનું સામ્રાજ્ય
- 8:13 pm July 28, 2023
દાહોદ,
ફતેપુરા નગરમાં જુના બસ સ્ટેન્ડ વિસ્તારમાં ગ્રામ પંચાયત શોપિંગ સેન્ટરમાં ગંદકીનું સામ્રાજ્ય ગંદકી માંથી દુર્ગંધ ફેલાતા રહીશોમાં આક્રોશ ફેલાયો છે. વરસાદી પાણી પડતાં તેમજ ત્યાં આજુબાજુ દુકાન કરતા વેપારીઓ દ્વારા પાણી વેરતા ગંદકી વકરી હોય તેમ લાગી રહ્યું છે. આ કિચડમાંથી વાસ આવવા લાગી છે. તેમજ ત્યાં ખાબોચિયાઓમા પાણી ભરાતા મચ્છરોનો ઉપદ્રવ વધી રહેલ હોય તેવું લાગી રહેલ છે. જવાબદાર તંત્ર દ્વારા સત્વરે જાગૃત થઈ આ વિસ્તારની ગંદકી સાફ સફાઈ કરવી જોઈએ તેવું અહીંના વેપારીની માંગણી છે. વર્ષા ઋતુને ધ્યાનમાં લઈ જલ્દીથી જલ્દી સાફ સફાઈ કરે તેવી લોકમાંગ ઉઠવા પામી છે. નહિતો આ કિચડ જેવા પાણીમાં ભરાયેલ મચ્છરોને લીધે રોગચાળો પણ ફાટી નીકળી શકે છે તો આ અંગે જવાબદાર તંત્ર તાત્કાલિક ધોરણે સફાઈ કરે તેવી માંગ ઉઠવા પામી છે. આ ખાબોચીયા ભરાયેલ પાણીને લઈ પાણી જન્ય રોગચાળો ન ફાટી નીકળે તેમજ આ અંગે જવાબદાર તંત્ર આંખ આડા કાન કર્યા વગર પૂરતું ધ્યાન આપી સાફસફાઈ કરાવે તેવી માંગણી ઉઠવા પામી છે.