અંબાજી-પાલનપુર હાઇવે પર ભેખડો રોડ વચ્ચે ધસી આવ્યા
- 8:21 pm July 30, 2023
દેશભરમાં વરસાદની ધમાકેદાર શરૂઆત થઈ છે. જેને લઈને દેશના મોટાભાગે વરસાદે તાંડવ મચાવ્યો છે. તો દેશના પહાડી વિસ્તાર હોય કે પછી કોઈપણ શહેર કે ગામ માં ભારી વરસાદ ના લીધે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ગુજરાતમાં પણ અનેકો જગ્યાએ ભારે વરસાદ વરસી રહ્યો છે. જેના લીધે નદી નાળાઓ સહિત મુખ્ય માર્ગો પર પાણી વહેતા જોવા મળી રહ્યા છે. જેને લઈને અનેકો લોકોને મુશ્કેલીનો સામનો પણ કરવો પડી રહ્યો છે. ત્યારે અનેકો પહાડી વિસ્તારો મા ભેખડો ધસી આવવા નાં કારણે લોકો ને ખુબજ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે વાહન ચાલકો પણ અમુક જગ્યાએ અટવાયા છે.
દાંતા તાલુકા મા સતત વરસી રહેલા વરસાદના કારણે ઠેર ઠેર જગ્યાએ પાણીનો ભરાવો જોવા મળી રહ્યો છે. ત્યારે અંબાજી પાલનપુર હાઇવે વચ્ચે અનેકો હાઇવે માર્ગ પર પાણીનો ભરાવો પણ જોવા મળી રહ્યો છે. ત્યારે સાથે સાથે અમુક હાઇવે માર્ગ પર આવેલા સાઈડ મા પહાડોથી ભેખડો પણ રોડ વચ્ચે ધસી આવવાની ઘટનાઓ સામે આવી રહી છે. દિવસ ભર દાંતા અને આજુબાજુના વિસ્તારોમાં ધીમીધારે વરસાદ વરસી રહ્યો છે. જેના કારણે અનેકો નીચાણવાળા વિસ્તારોમાં પાણીનો ભરાવો થયો છે. જેથી લોકોને પણ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.