ચિકાર માધ્યમિક શાળામાં સ્લેપ (છત)ની હાલત બિસ્માર; વિદ્યાર્થીઓ ચોમાસામાં પોતાના જીવના જોખમે ભણવા મજબૂર..!

  • 8:53 pm July 31, 2023
સુશીલ પવાર | ડાંગ

 

ડાંગ,

ચિકાર માધ્યમિક શાળાના પ્રિન્સિપલ કે જેઓએ જિલ્લા શિક્ષણ અધિકારીનો ચાર્જ સંભાળ્યો છે ત્યારે એક સવાલ તેમને કે તેમની પોતાની જ શાળાની બેદરકારી શુ નથી દેખાતી ? કે જોવા નથી ઇચ્છતા. તેમની એ શાળા કે જેમાં પ્રિન્સિપાલ તરીકે પોતાના કિંમતી વર્ષો આપ્યા હોઈ તે શાળામાં સ્લેપ (છત)ની હાલત બિસ્માર થઈ ગઈ છે ત્યારે  તેમાંથી વરસાદનું પાણી ટપકતા વિદ્યાર્થીઓ પોતાના જીવના જોખમે ભણવા મજબૂર બન્યા છે.

ડાંગ જિલ્લામાં "દીવા નીચે અંધારું" હોય એવી પરિસ્થિતિ જોવા મળી રહી છે. જેમાં ચિકાર માધ્યમિક શાળામાં પ્રિન્સિપલ રહી ચૂકેલ અને હાલ જિલ્લાના શિક્ષણ અધિકારીનો ચાર્જ સંભાળી રહેલ હોઈ તેવામાં શાળાના વિદ્યાર્થીઓ એ અનેક મુશ્કેલીઓ ભોગવવી પડી રહી છે. શાળાના વિદ્યાર્થીઓ ના વર્ગમાં સ્લેપ (છત)ની હાલત બિસ્માર જોવા મળી રહી છે. વરસાદી પાણીના બચાવ માટે વોટરપ્રૂફિંગની કામગીરી ટૂંક સમય પેહલા જ કરવામાં આવી હતી પરંતુ જાણે કે દેખાડા પૂરતી કામગીરી કરવામાં આવી હોય તેમ કામગીરી થયા હાલ પણ સ્લેપ માંથી વરસાદનું પાણી ટપકવાનો સિલસિલો શરૂ થઈ ગયો છે જેથી વોટ્રપ્રુફિંગ ની કામગીરી કેવી થઈ તે એક શંકા ઉપજાવે તેવો પ્રશ્ન છે. અને હાલ વિદ્યાર્થીઓ આવી જગ્યા પર બેસીને ભણવા મજબૂર બન્યા છે. વરસાદ ના પાણીના કારણે  ક્લાસ રૂમ માં પાણીનો ભેજ સ્પષ્ટ રીતે જોવા મળે છે તથા ઇલેક્ટ્રિસિટી ના બોર્ડ દરેક વર્ગમાં હોય જેમા કરંટ પણ ચાલુ હોઈ અને આવા જોખમી વર્ગખંડ માં વિદ્યાર્થીઓને કે શિક્ષકોને કરંટ લાગવાની સંભાવના પણ વધે છે. ત્યારે પ્રશ્ન એ થાય છે કે, જો કોઈ વિદ્યાર્થીને કે શિક્ષકને કરંટ લાગવા જેવી અઘટિત ઘટના બને તો તે માટે કોણ જવાબદાર રહેશે ?

ક્લાસ રૂમ ની આવી હાલતના કારણે વિદ્યાર્થીઓએ અભ્યાસ કરવો કે પોતાનો જીવ બચાવવો તે જ સૌથી મોટો પ્રશ્ન બની ગયો છે. સાથે જ શાળામાં કોમ્પ્યુટર પણ માત્ર દેખાવ પૂરતા મૂકવામાં આવેલ હોય તેવું જણાઈ રહ્યું છે કારણ કે કેટલાક વિદ્યાર્થીઓ પાસેથી જાણવા મળતી વિગત મુજબ કોમ્પ્યુટર તો કેટલાય સમયથી બંધ હાલતમાં છે.

આવી નિઃ સહાય શાળા કે જેના પ્રિન્સિપલ હાલ જિલ્લા શિક્ષણ અધિકારીનો ચાર્જ સંભાળી રહ્યા છે ત્યારે પોતાની જ શાળામાં આ પ્રકારની બેદરકારી ચલાવવામાં આવી રહી હોય કઈ શુ તેઓ આખા જિલ્લાની બીજી શાળાઓમાં શુ ધ્યાન આપશે તે એક ગંભીર સવાલ છે. શુ શાળાઓની યોગ્ય વ્યવસ્થા કરવા માટે તેઓને સક્ષમ ગણી શકાય ? જયારે જિલ્લા શિક્ષણ અધિકારીનો ચાર્જ સંભાળતા આ શાળા ના  પ્રિન્સિપલ પોતાની શાળા માં આ પ્રકારની બેદરકારી દાખવી રહ્યા હોઈ તો તેમની આગેવાની માં જિલ્લાની અન્ય શાળાઓમાં કયા પ્રકારની હાલત રહેશે ? 

ઉચ્ચ કક્ષા ના અધિકારીઓ દ્વારા આ અંગે SIT ની રચના કરી યોગ્ય તપાસ હાથ ધરીને યોગ્ય કાર્યવાહી કરે અને તાકીદે શાળા ના બાંધકામ ને સુધારવા માં આવે તે અત્યંત જરૂરી બન્યું છે. હાલ શાળામાં સમારકામ ની તાત્કાલિક જરૂરિયાત હોઈ જે બાબતે  કામગીરી કરવામા આવે  તથા જિલ્લા ની અન્ય શાળાઓમાં પણ ચેકિંગ હાથ ધરવામાં આવે જેથી આવી સ્થિતિ ધરાવતી શાળા ઓ સુધારો પામે એવી ઉગ્ર માંગ ઉઠવા પામી છે.