અમરેલી સાયબર ક્રાઈમ પોલીસ દ્વારા ગજેરા સંકુલ ખાતે સાયબર અવેરનેસ કાર્યક્રમનુ આયોજન કરાયું
- 9:14 pm August 1, 2023
અમરેલી,
અમરેલી પોલીસ અધિક્ષક હિમકર સિંહ દ્વારા અમરેલી જિલ્લામાં સાયબર ક્રાઇમ અંગે લોકોમાં જાગૃતિ/અવેરનેસ ફેલાવવા તથા સાયબર ક્રાઇમ પ્રિવેન્શન અંગે જરૂરી સુચનાઓ આપેલ હોય જેથી પરીણામલક્ષી કામગીરી કરી લોકોને સાયબર ક્રાઇમનો ભોગ બનતા અટકાવવા જે.પી.ભંડારી, નાયબ પોલીસ અધિક્ષકનાં માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સપેક્ટર ડી.વી.પ્રસાદ તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર જે.એમ.કડછા તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર પી.બી.ચાવડા સાયબર ક્રાઇમ પો.સ્ટે.ની જરૂરી ટીમ બનાવી કામગીરી હાથ ધરી લોકોમાં સાયબર ક્રાઇમ અંગે જાગૃતિ ફેલાવવાની કામગીરી કરવામાં આવે છે.
સાયબર ક્રાઈમ પો.સ્ટે. અમરેલી દ્વારા, ગજેરા સંકુલ-અમરેલી ખાતે, લોકો સાથે વિવિધ રીતે થતા સાયબર ક્રાઇમ ક્રોડ, જેવા કે સ્ક્રીન શેરિંગ એપ, ઑ.ટી.પી. ફોડ, કસ્ટમર કેર નંબર ફ્રોડ, શિપિંગ શુલ્ક, ન્યુડ વીડીયો કોલ, આર્મીમેનનું નામ ધારણ કરવું જેવી વિવિધ તરકીબો થી લોકો ભોગ બનતા હોય છે. જે અંગે વિદ્યાર્થીઓ સાયબર ક્રાઇમનો ભોગ ન બને તે માટે તથા સાયબર ક્રાઇમ અંગે જાગૃતિ ફેલાય તેવા હેતુસર સાચબર ક્રાઇમ પ્રિવેન્શન તથા સાયબર અવેરનેસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ.આ ઉપરાંત સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન અમરેલી દ્વારા જીલ્લાના તમામ નાગરિકોને સાયબર ક્રાઈમથી સુરક્ષીત રહેવા માટે અપીલ કરવામાં આવે છે. આ ઉપરાંત સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન અમરેલી દ્વારા જીલ્લાના તમામ નાગરિકોને સાયબર ક્રાઈમથી સુરક્ષીત રહેવા માટે અપીલ કરવામાં આવી હતી.