વાગરા સુતરેલ ગામ નજીક ટેન્કર પલ્ટી માર્યું, છેલ્લા 24 કલાકમાં અકસ્માતની બીજી ઘટના

  • 8:54 pm February 6, 2024
નઈમ દિવાન

 

વાગરા તાલુકાના સુતરેલ ગામ નજીક કન્સ્ટ્રક્શન સાઇટ પર વપરાતું મિક્સ્ચર ટેન્કર પલ્ટી જતા અકસ્માત સર્જાયો હતો. જોકે ઘટનામાં કોઈ જાનહાની નોંધાઈ ન હતી. છેલ્લા 24 કલાકમાં વાગરા તાલુકામાં અકસ્માતની બે ઘટનાઓ સામે હતી. ગતરોજ વાગરા CISF કોલોની નજીક એક ટ્રક પલ્ટી જતા અકસ્માત સર્જાયો હતો. તો બીજી ઘટનામાં રાત્રીના સમયે ટેન્કર ચાલકને અકસ્માત નડ્યો હતો. જોકે સદ્દનસીબે બંને ઘટનાઓમાં કોઈ જાનહાની નોંધાઈ ન હતી.

બનાવ અંગે જાણવા મળતી માહિતી મુજબ વાગરાથી દહેજ તરફ જતું મિક્સ્ચર ટેન્કર નંબર GJ-11-Z-9016 જે વાગરા તાલુકાના સુતરેલ ગામ નજીક અકસ્માત નડ્યો હતો. રાત્રીના સમયે ઘટના બની હોવાનું જાણવા મળ્યું છે. ચાલકે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવતા અકસ્માત સર્જાયો હોવાનું અનુમાન લગાવામાં આવી રહ્યું છે. રાત્રીના સમયે અકસ્માત સર્જાયો હોવાથી વાહનો તેમજ રાહદારીઓની અવર-જવર ઓછી હોવાથી મોટી દુર્ઘટના થતા અટકી હતી. ટેન્કર પલ્ટી જતા ચાલકને નાની મોટી ઇજાઓ પહોંચી હતી. ચાલકની સમયસૂચકતાથી તેનો આબાદ બચાવ થયો હતો. પરંતુ વાહન માલિકને મોટું નુકશાન વેઠવાનો વારો આવ્યો હતો. ઉપરોક્ત બંને ઘટનાઓ અંગે વાગરા પોલીસ ચોપડે કોઈ ફરિયાદ નોંધાઈ ન હતી.