ખાંભા ગામના અનિડા નજીક ખેત મજુર યુવક પર દીપડાનો હુમલો

  • 8:55 pm February 6, 2024
મૌલિક દોશી | અમરેલી

 

ખાંભાની તુલશીશ્યામ રેન્જ વિસ્તારમાં દીપડાએ ખેતમજૂર પર હુમલો કરતા ખેતમજૂરને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. ખાંભા તુલસીશ્યામ રેન્જ વિસ્તારમાં અનિડા ગામ નજીક હિમતભાઈ ડાયાભાઇ ફીડોલીયાની વાડીમાં મધ્યપ્રદેશ રાજ્યના ખેત મજૂર યુવાન હિતેશભાઈ રેવારામભાઈ માળવી કામ કરતા હતા આ વચ્ચે દીપડો અચાનક આવી જતા હુમલો કરતા માથાના ભાગે ઇજાઓ થતા તાત્કાલિક 108 મારફતે હોસ્પિટલમાં વધુ સારવાર માટે ખસેડવામાં આવ્યો છે. આ ઘટનાની જાણ ખાંભા રેંજ વનવિભાગને થતા તાત્કાલિક ઘટના સ્થળે દોડી ઇજાગ્રસ્તને હોસ્પિટલમાં રવાના કર્યા બાદ દીપડાનું લોકેશન મેળવવા સ્કેનિંગની કામગીરી હાથ ધરવામાં આવી છે. વધતા જતા દીપડાના અંહુમલાના બનાવોને લઈ ખેતીવાડી વિસ્તારમાં લોકો ડરી રહ્યા છે. વનવિભાગ દ્વારા દીપડાને પકડવા માટે પાંજરા ગોઠવી પકડવા માટેની કવાયત હાથ ધરી છે.