જાફરાબાદના નવા પુલ ઉપર ટ્રેક્ટર અને રીક્ષા ઓવરટેક કરતા અકસ્માત સર્જાયો

  • 8:56 pm February 6, 2024
મૌલિક દોશી | અમરેલી

 

આ અકસ્માત સર્જાતા રિક્ષામાં બેઠેલ પેસેન્જર બાળકીનું ઘટના સ્થળે મોત નીપજ્યું.. નામ ખુશી લાલજીભાઈ ગુજરીયા ઉંમર વર્ષ ચાર જેમાં ત્રણ નાના બાળકોને એક વ્યક્તિને ઈજાઓ થવા પામી. ઈજાગ્રસ્ત લાલજીભાઈ નાનજીભાઈ ગુજરીયા ઉંમર વર્ષ ૩૨  પૂર્વી નરેશભાઈ ગુજરીયા ઉંમર વર્ષ 3 નિર્મલા લાલજીભાઈ ગુજરીયા ઉંમર વર્ષ 5 રહે પીપળીકાંઠા વિસ્તાર શિયાળ બેટ આ અકસ્માત સર્જાતા જાફરાબાદની સિવિલ હોસ્પિટલ ખાતે 108 મારફતે ખસેડવામાં આવ્યા..

જ્યાં તમામ ઈજાગ્રસ્તોને વધુ સારવાર માટે રાજુલા હોસ્પિટલ ખસેડાયા. આ ઘટનાની જાણ જાફરાબાદ પોલીસને થતા ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી આ પુલ ઉપર અકસ્માતના બનાવ બનતા હોય જેથી પુલ ઉપર સ્પીડ બ્રેકર મૂકવા શહેરીજનોની માંગ..