ભાવનગર જૂના બંદર રોડ પર ઈલેક્ટ્રીક શોક લાગેલ મજૂરને સર.ટી ના તબીબ દ્વારા મૃત જાહેર કરાયા

  • 8:58 pm February 6, 2024

 

ભાવનગર શહેરના જુના બંદર રોડ ઉપર પ્લાસ્ટિકની ફેક્ટરીમાં સોમવારના રોજ ઈલેક્ટ્રીક શોક લાગવાની ઘટના ઘટી હતી. બે મજૂરોને ઇલેક્ટ્રીક શોક લાગવાને પગલે ભાવનગરની સર ટી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. 

મળતી પ્રાપ્ત વિગતો મુજબ ભાવનગર શહેરના જુના બંદર રોડ ઉપર આવેલી અંબિકા પ્લાસ્ટિક ફેક્ટરીના ગોડાઉનમાં રહેતા અને મૂળ બિહારના નીરજ કુમાર રાજેન્દ્ર કાઝી ઉંમર વર્ષ 23 અને અભીનાશકુમાર શ્રીસુનિલ મહતો ઉંમર વર્ષ 24 મશીન ઉપર કામ કરતા હતા ત્યારે વીજ કરંટ લાગ્યો હતો. બનાવ બનતાની સાથે જ બંને મજૂરોને ભાવનગરની સર ટી હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હતા. ત્યારે હોસ્પિટલના ફરજ પર હાજર તબીબે નીરજકુમાર રાજેન્દ્રભાઈ કાઝીને મૃત જાહેર કર્યા હતા. જ્યારે ગંભીર રીતે ઈજા પામેલા અભીનાશકુમાર શ્રીસુનિલ મહતોને સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હતા. જો કે બનાવ બાદ ગંગાજળીયા પોલીસ સર ટી હોસ્પિટલ દોડી આવી હતી.