ભાવનગર મહાનગરપાલિકામાં અંધેરી નગરી અને ગન્ડુ રાજા જેવી સ્થિતિ!: મેયરની કોઠાસૂઝના કારણે ખોટી રીતે વેડફાટ થતા ૪૪ લાખ બચી ગયા

  • 9:12 pm February 6, 2024

 

નગરજનો એ કાળી મજૂરી કરીને ચૂકવેલ ટેકસના પૈસા વેડફવાની જાણે કે અધિકારીઓ અને શાસકોને પરવાનો મળી ગ્યો હોઈ તેમ લાગી રહ્યું છે પરંતુ તાજેતરમાં જ એક સારા રોડને ફરી નવો બનાવવા કોન્ટ્રાકટર અને અધિકારીના પ્રયાસને મેયરએ નિશફળ બનાવ્યો અને આખરે મામલો કમિશનર સુધી પહોંચતા કમિશનર મનપાના અધિક મદદનીશ ઇજનેર સસ્પેન્ડ કરી દેતા ચકચાર મચી જવા પામી છે

ભાવનગર મહાનગર પાલિકા દર વરસે કરોડો રૂપિયાનો ખર્ચ રસ્તા બનાવવા પાછળ કરે છે પરંતુ હવે ખબર પડી કે રોડ નવા બનાવવા નહિ પણ મળતિયાઓ ને કમાણી કરાવવા બનાવવામાં આવે છે તાજેતરમાં આનંદ નગર વિસ્તારમાં આવેલ શ્રદ્ધા સોસાયટીમાં રસ્તો ખરાબ છે તેમ જણાવી આ વોર્ડના અધિક મદદનીશ ઇજનેર પ્લાન બનાવ્યો અને ખાત મહુરતનું પન નક્કી થયું હતું ખાત મહુરતમાં પહોંચેલા ભાવનગરના મેયર ભરત બારડે અધિકારીને કહ્યું કે આ રોડ તો સારો છે તેને શા માટે નવો બનાવવાનો છે હું અહી ખાત મહુરત નહિ કરું તેમ કહેતા અધિકારીઓ ક્ષોભ સ્થિતિમાં મુકાયા હતા મેયર એ તાત્કાલિક આ પ્રકારની ઘટનાની જાણ કમિશનરને કરતા કમિશનર તાકીદનું આસરથી અ મ ઈ પંકજ રાજાઇ ને સસ્પેન્ડ કર્યા હતા મેયરની કોઠાસૂઝના કારણે ખોટી રીતે વેડફાટ થતા ૪૪ લાખ હાલ તો બચી ગયા પરંતુ આ કીમિયો પાછલ માત્ર અધિકારી જ નહિ પરંતુ ક્યાં કોન્ટ્રાકટરને મલાઈ ખાવાની હતી તેની પણ તપાસ થવી જોઈએ તે જરૂરી છે.

ભાવનગર મહાનગરપાલિકામાં અધિકારીઓ શાસકો અને કોન્ટ્રાકટરની મીલીભગતનો આ કિસ્સો આમ તો સતાધારી પક્ષ માટે લાલબત્તી સમાન છે સહેરનો આ આનંદ નગરનો વિસ્તાર પછાત છે પરંતુ રસ્તા ઓ સારા છે ત્યારે રસ્તાને કાગળ ઉપર ખરાબ બતાવી કોણ કમાણી કરવા માગે છે તેની તપાસ કરવા કોંગ્રેસ એ માંગ કરી છે આનંદ નગરના આ વિસ્તારમાં કોંગ્રેસના ૪ નગરસેવકો ચૂંટાયેલા છે તેમને આ રસ્તો બનાવવા માંગ કરી નથી તો પછી કોના ઇશારે આ ખેલ પાડવામાં આવ્યો તેની પન તપાસ કરવા માંગ ઉઠી છે કોંગ્રેસ વિપક્ષમાં હોવા છતાં મેયરને આ કામગીરી અટકાવવા બદલ અભિનંદન આપ્યા છે અને કહ્યું કે પ્રજાના પૈસા વેડફનારા સામે કાર્યવાહી કરો

ભાવનગર મહાનગરપાલિકામાં ૨૯ વર્ષ થી ભાજપનું સાશન છે અને વિકાસના નામે અનેક કામો થાય છે પરંતુ કામો કેમ થાય છે અને મલાઈ કોને મળે છે તેનું ઉદાહરણ આ આનંદનગરનો રોડ બનાવવાનું કારસ્તાન છે અને એટલે કહી સકાય કે અધિકારી અને કોન્ટ્રાકટરનું પાપ છાપરે ચડી ને પોકારાયું છે.