દાદરા નગર હવેલીના નરોલી ગામમાં આવેલી એક આંબાવાડીમાં મહિલાનો મૃતદેહ મળી આવ્યો
- 9:26 pm February 6, 2024
દાદરા નગર હવેલીના નરોલી ગામમાં આવેલી એક આંબાવાડીમાં મહિલાની લાશ મળી આવ્યાની ઘટના બહાર આવી છે. ગામના લોકો દ્વારા જાણ કરતા પોલીસની ટીમ ઘટના સ્થળ પર આવી લાશ વિષે વધુ તપાસ આદરી દીધી હતી.
મળેલી માહિતી મુજબ પોલીસની ટીમે આસપાસ તપાસ આદરી તો આ લાશ સંગીતા હરીશભાઈ હળપતિ નામની 40 વર્ષીય મહિલાની છે તે નવા ફળિયા,નરોલી જે સવારે ઘરેથી નીકળી હતી અને ઘણો સમય થવા છતાં ઘરે પરત ન આવતાં ઘરના સભ્યોએ શોધ કરવા માટે નીકળ્યા હતા અને આ નરોલીની આંબાવાડી મળેલી લાશ તેમને ખબર પડી અને તેમણે આ લાશની સંગીતા જ હોવાની ઓળખ કરી છે.
હાલમાં પોલીસ દ્વારા લાશનો કબજો લઇ PM પ્રક્રિયા માટે વલસાડ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. અને સંગીતા નામની મહિલાનું મોત કેવી રીતે થયું..? આ આપઘાત છે કે હત્યા થઇ છે તેનું સત્ય શોધવા તપાસ હાથ ધરી દીધી છે.