દેવગઢ બારીઆના ચેનપુર ગામે ખેતરમાં કામ કરતા 60 વર્ષીય વૃદ્ધ વન્ય પ્રાણી દીપડાએ કર્યો હુમલો

  • 4:56 pm February 7, 2024
જાબીર શુકલા | દેવગઢબારિયા

 

વન્ય પ્રાણી દીપડાના હુમલામાં ખેડૂતને ગંભીર ઈજાઓ થતા તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યા.

દેવગઢ બારીઆ તાલુકાના ચેનપુર ગામે આવેલ ઘાટા ફળિયામાં રહેતા મોહનભાઈ સુકાભાઈ બારીયા ૬૦ વર્ષીય તેઓ ધરથી થોડે દુર આવેલા ખેતરમાં મકાઈના પાકની ખેતી કરેલ હોય જે પાકનુ ભેલાણ ના થાય તે માટે ખેતરની દેખરેખ રાખી રહ્યા હતા. ત્યારે નજીકના જંગલ તરફથી એક દિપડો આવી ચડતા ખેડુત મોહનભાઈ ઉપર અચાનક હુમલો કર્યો હતો. મોહનભાઈ દીપડાથી બચાવવા બુમાબુમ કરતા નજીકના ખેતરમાં કામ કરી રહેલા અન્ય ખેડુતો તેમજ ગ્રામજનો ત્યાં દોડી આવ્યા હતાં તેમને જોઈ દિપડો જંગલ તરફ નાસી ગયો હતો. જયારે દિપડાના હુમલામાં ઘાયલ મોહનભાઈ લોહી લુહાણ હાલતમાં ફપડાઈ પડયા હતા. જેથી તેમને તરત જ સારવાર અર્થે દેવગઢ બારીઆ હોસ્પિટલમાં ખસેડયા હતા. આ બનાવની જાણ સ્થાનિક વનવિભાગને થતાં વનકર્મીઓ પણ ઘટના સ્થળે દોડી આવી તપાસ હાથ ધરી હતી. ગામમાં વારંવાર શિકારની શોધમાં આવી ચઢતા વન્ય પ્રાણી દિપડાના હુમલાને લઈ ગ્રામજનોને ફફડાટ વ્યાપી જવા પામ્યો છે.