લુણાવાડા પંચશીલ હાઈસ્કુલ ખાતે માં રમાબાઈ આંબેડકર જન્મજયંતિ નિમિત્તે મહિલા મેડીકલ કેમ્પ યોજાયો

  • 5:02 pm February 7, 2024
વિજય ડામોર | મહિસાગર

 

 

ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી. આર. પાટીલ અને પ્રદેશ ભાજપ સંગઠન મહામંત્રી રત્નાકરભાઈના માર્ગદર્શનમાં ડો. બાબાસાહેબ આંબેડકરના ધર્મપત્ની "ત્યાગમૂર્તી માં રમાબાઈ આંબેડકર જન્મજયંતિ નિમિત્તે મહીસાગર જિલ્લા અનુસૂચિત જાતિ મોરચો અને ડોકટર સેલના સંયુક્ત ઉપક્રમે લુણાવાડા પંચશીલ હાઈસ્કુલ ખાતે મહિલા મેડીકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ કેમ્પમાં વિવિધ વિભાગના નિષ્ણાંત દ્વારા મેડીકલ કેમ્પમાં સેવા અપાશે.

આ કેમ્પમાં જનરલ તપાસ, સુગરની તપાસ, ECG, BMD, ઈકો કાડીયોગ્રાફી કે મેમોગ્રાફી, પ્લમ્નોનરી ફંક્શન ટેસ્ટ(ફેફસા), ઓપ્થલમીક તપાસ (આંખ), ગાયનેક વિગેરે રોગોના લક્ષણો, તપાસ, નિદાન અને દવા વિતરણ કરવામાં આવ્યું હતું. આ મેડીકલ કેમ્પમાં સગર્ભા બહેનને પોષણયુક્ત આહાર ચણા, ગોળ, ખજૂરનું વિતરણ કરવામાં આવ્યું હતું.