રણીયારમાં કોળી સમાજ દ્વારા શ્રાવણ માતાજીનો છઠ્ઠો પાટોત્સવ ઉજવાયો

  • 5:05 pm February 7, 2024
પંકજ પંડિત | ઝાલોદ

 

ઝાલોદ તાલુકામાં રણીયાર ગામે કોળી સમાજ દ્વારા શ્રાવણ માતાજીનો ત્રી દિવસીય ઉત્સવ પાટોત્સવની ઉજવણી કરાઇ. પ્રથમ દિવસે કળશ પૂજન આરતી અને બીજા દિવસે નવચંડી પૂજન હવન આરતી તેમજ પોષ વધ બારસના દિવસે સમગ્ર રણીયાર ગામમાં શોભાયાત્રા કાઢવામાં આવી હતી. બાદમાં પૂર્ણાહુતિ પ્રસંગે આરતી બાદ મહાપ્રસાદ લઈ પ્રસંગની ઉજવણી પૂરી કરાઈ હતી. આ પ્રસંગે ગામના આગેવાન અને ઝાલોદ APMC ના વાઇસ ચેરમેન પપ્પુભાઈ કોળી, સરપંચ,જી.સભ્ય,તા.સભ્ય સહિત સમગ્ર કોળી સમાજના અને ગામના આગેવાનો હાજર રહ્યા હતા. પ્રોગ્રમની ઉજવણીમાં કોળી સમાજના દૂર દૂર વસતા દરેક પરિવારો વતનમાં હાજર રહી તમામ ભાવિકોનો ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.