તલોદ : કોરોનામાં મળતો ૫૦૦૦૦ નો લાભ નકલી દસ્તાવેજો બનાવી લઈ લેવામાં આવ્યો..

  • 7:30 pm February 7, 2024
મનોજ રાવલ,અરવલ્લી

 

કોરોના કાળ દરમિયાન મૃતકના સ્વજનોને રાજ્ય સરકાર દ્વારા મળતી 50000 રૂપિયાની સહાય મેળવવા માટે ખોટા દસ્તાવેજ બનાવી સહાય મેળવનાર ચાર ઈસમો સામે તલોદ નાયબ મામલતદાર દ્વારા તલોદ પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ દાખલ કરવામાં આવતા તલોદ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળે છે

આ અંગે મળતી માહિતી મુજબ કોવિડ 19 માં જે લોકોના મરણ થયેલ હતા તેમના પરિવારજનોને રાજ્ય સરકાર દ્વારા 50000 રૂપિયાની સહાય કરવાનું જાહેર કરવામાં આવ્યું હતું. તે દરમિયાન સહાય મેળવવા માટે રાજ્ય સરકાર દ્વારા કોવીડ 19 ના પરિવારજનોને સહાય મેળવવા માટે શરૂઆતમાં ઓફ લાઇન ફોર્મ ભરી સહાય મંજૂર કરવામાં આવતી હતી ત્યારબાદ વધુ ધસારાને ઘ્યાને લઇ સરકાર દ્વારા આઇ. ઓ આર એ પોર્ટલ પર ઓન લાઇન અરજી કરવાની થતી હોઇ તલોદ તાલુકાના સુખબા કિસ્મત સિંહ ઝાલા, જીનલ બેન દિલીપ સિંહ ઝાલા, મહેન્દ્ર સિંહ જગત સિંહ ઝાલા ત્રણેય રહેવાસી નવા વાસ તા તલોદ તેમજ મિતેષ રામાભાઈ નાયી રહે મહિયલના ઓ એ ગત 11 મેં 2022 ના પોતાનાં વાલી વારસ કોવિડ 19માં મરી ગયેલ હોઇ ઓન લાઇન અરજી કરેલ હતી આ અરજદારોની અરજી ઓની ખરાઈ કરવા માટે તલોદ મામલતદાર કચેરી દ્વારા તલોદ તાલુકા આરોગ્ય અધિકારી ડો વિનોદ મુગટને ખરાઈ કરવા માટે તપાસ અર્થે મોકલતા ડો વિનોદ મુઘટે આ અરજીઓની તપાસ શરૂ કરતાં ચારેય ઇસમો એ કોવીડ 19 અંતર્ગત સહાય મેળવવા માટેનું ફોર્મ 4 એમાં મેડિકલ ઓફિસર સાનોડાના બનાવટી સહી સિક્કા વાળા ફોર્મ રજુ કરી રાજ્ય સરકાર દ્વારા કોવીડ 19 અંતર્ગત મળતી 50000 રૂપિયાની સહાય મેળવેલ હોવાનુ પ્રકાશમાં આવ્યું હતું જેથી તાલુકા આરોગ્ય અધિકારી ડો વિનોદ મૂઘટે તલોદ મામલતદાર કચેરીને મેડિકલ ઓફિસર સાનોદાની બનાવટી સહી અને સિક્કાથી સહાય મેળવેલ હોવા અંગેનો રીપોર્ટ કરતા તલોદ નાયબ મામલતદાર ભાવિન ભાઈ રાઠોડે સુખબા કિસ્મત સિંહ ઝાલા, જીનલબેન દિલીપ સિંહ ઝાલા, મહેન્દ્ર સિંહ જગત સિંહ ઝાલા ત્રણેય રહે નવા વાસતા તલોદ તેમજ મિતેષ રામાભાઈ નાયી રહે મહિયલ તા તલોદના ઓ વિરૂધ્ધ મેડિકલ ઓફિસર સાનોદાના બનાવટી સહી સિક્કા થી કોવિડ 19 અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા મળતી 50000 રૂપિયાની સહાય મેળવેલ હોવા અંગેની ફરિયાદ આપતા તલોદ પોલીસ સબ ઇન્સ્પેકટર એન આર ઉમટે ચારેય ઇસમો વિરૂધ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળે છે.