બનાસકાંઠા અનાજ કોભાંડનો રેલો સાબરકાંઠામાં આવતા તલોદ તાલુકા‌મા ફફડાટ

  • 7:31 pm February 7, 2024
મનોજ રાવલ,અરવલ્લી

 

- પ્રતીકાત્મક તસવીર

કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા અપાતા મફત સરકારી અનાજનો જથ્થો બનાસકાંઠા જિલ્લામાં ઝડપાયા બાદ તેની તાપસનો રેલો સાબરકાંઠા જિલ્લાના ઇડર અને હિમતનગર સુઘી પહોંચતા ઇડર માર્કેટ યાર્ડમાથી ચાર જેટલી પેઢીઓ માંથી અંદાજે ચાલીસ લખ રૂપિયાનો જથ્થો ઝડપાઈ જવા પામ્યો હતો અને ઇડર પોલીસ સ્ટેશન ખાતે કથિત અનાજ માફિયા ઓ વિરુધ્ધ કલેકટરની સૂચનાથી પોલીસ ફરિયાદ નોંધાવવા પામી હોવાનુ જાણવા મળે છે જેના પ્રત્યાઘાત તલોદ તાલુકાની સસ્તા અનાજની દુકાનો તેમજ એ પી એમ સી તલોદ તથા સરકારી અનાજ ખરીદતા વેપારીઓ ફફડી ઊઠયા છે અને માર્કેટ યાર્ડમા પોતાની માલિકીની દુકાનો આગળ પડી રહેતા ખુલ્લે ખુલ્લા સરકારીના ઢગલા સગેવગે કરી ઠેકાણે કરી દઈ હાલ પૂરતો કહેવાતા આ ગોરખધંધાની હાટડીઓ બંધ થઈ ગઈ છે જિલ્લા પુરવઠા અને તાલુકા તંત્રની રહેમ નજર તળે ચાલતા હોવાનુ મનાય છે તલોદ માર્કેટ યાર્ડમા અનાજની લે વેચના ઓઠા નીચે સરકારી અનાજનો લે વેચનો ધંધો કરતા હોવાનુ ચર્ચાઈ રહ્યું છે જો તંત્ર દ્વારા પ્રમાણિકતાથી તાપસ કરવમાં આવે તો સરકારી અનાજના લે વેચ માટેનુ એપી સેન્ટર ગણાતા તલોદ માર્કેટ યાર્ડમા બનાસકાંઠા જિલ્લા કરતા પણ મોટું કૌભાંડ બહાર આવે એમ છે.

જો સૂત્રોનુ માનીએ તો તાલુકાની સસ્તા અનાજની દુકાનદારો દ્રારા ગરીબોને આપનારું મફતનું સરકારી અનાજ માર્કેટ યાર્ડના અનાજની લેવેચના આડમાં વેપારી ઓ દ્રારા ખુલ્લેઆમ ઓછા ભાવે ખરીદી કરવમાં આવતી હોય છે અને અનાજનો પાલો કરી મિશ્રણ કરી રોજેરોજ ટ્રકો મારફતે હિમતનગર ખાતે આવેલ કેટલીક ફેકટરી ઓમાં ખુલ્લેઆમ બજારભાવે વેચાણ થતું હોવાનુ જાણવા મળેલ છે અહીંના અનાજ માફિયા અને સ્થાનીક તેમજ જિલ્લા પુરવઠા વિભાગની રહેમ નજર હેઠળ આ કાળો કારોબાર ચાલતો હોવાનુ ખુલ્લેઆમ ચર્ચાય છે જો ઉચ્ચ કક્ષાએથી ન્યાયિક તપાસ હાથ ધરવામાં આવે તો મસ મોટું કૌભાંડ બહાર આવે એમ છે.