કાલોલના કાતોલ નવીનગરી ખાતેથી પોલીસે ૨૬ હજાર ઉપરાંતનો વિદેશી દારૂ સાથે એક બુટેલગરની ધરપકડ, એક ફરાર..

  • 7:40 pm February 7, 2024
અજયસિંહ ચૌહાણ, પંચમહાલ

 

પંચમહાલ જિલ્લાની કાલોલ પોલીસને મળેલી બાતમી આધારે કાલોલ તાલુકાના કાતોલ ગામના નવીનગરી ખાતે રહેતો મહેશકુમાર નટવરભાઇ પરમાર તેના મકાનોમાં રાજેશભાઇ બળવંતભાઇ વિદેશી દારૂનો જથ્થો મંગાવી વેચાણ કરતો હોવાની બાતમીના આધારે કાલોલ પોલીસ સ્ટેશનનો પોલીસ સ્ટાફ  દ્વારા મકાનમાં છાપો મારી ગેરકાયદેસર રાખેલા ૧૮૦ મી.લી. વિદેશી દારૂના પ્લાસ્ટિકના કવાટરીયા કુલ બોટલ નંગ-૨૬૨ જેની કુલ કિંમત રૂ.૨૬,૨૦૦/-નો મુદામાલ કાલોલ પોલીસે ઝડપી પાડ્યો હતો. કાલોલ પોલીસે મહેશકુમાર નટવરભાઇ પરમાર પોલીસનાં છાપા દરમિયાન ઘરે હાજર મળી આવ્યો હતો જ્યારે રાજેશભાઇ બળવંતભાઇ પરમાર ઘરે હાજર ના મળી આવતા ઉપરોક્ત બન્ને આરોપી વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી કરી કાલોલ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ ની જુદી-જુદી કલમો દ્વારા ગુનો નોંધવામાં આવ્યો છે.