માતૃશ્રી રમાબાઈ આંબેડકરજીના જન્મદિન પ્રસંગે મહિલાઓ માટેના નિદાન અને સારવાર કેમ્પનું આયોજન.

  • 7:55 pm February 7, 2024
જે.પી વ્યાસ, પાટણ

 

ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ અને મહામંત્રી રત્નાકરજીના માર્ગદર્શન હેઠળ તા.7 ફેબ્રુઆરીને બુધવારના રોજ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના ધર્મપત્ની રમાબાઈ આંબેડકરના જન્મ જયંતી પર્વ નિમિત્તે ગુજરાતના 33 જિલ્લા અને 8 મહાનગરપાલિકા ખાતે ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટી અનુસૂચિત જાતિ મોરચા અને ડોક્ટર સેલના સંયુક્ત ઉપક્રમે દલિત સમાજની મહિલાઓ સહિત અન્ય મહિલાઓ માટે નિ:શુલ્ક નિદાન સારવાર કેમ્પ આયોજિત કરવામાં આવ્યો હતો.

પાટણ રેડ ક્રોસ ભવન ખાતે પાટણ જિલ્લા ભારતીય જનતા પાર્ટી અનુસૂચિત જાતિ મોરચા અને ડોક્ટર સેલ દ્વારા પણ મહિલાઓના ફ્રી નિદાન અને સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. રેડ ક્રોસ ભવન ખાતે આયોજિત કરાયેલા મહિલાઓના ફ્રી નિદાન અને સારવાર કેમ્પના શુભારંભ પ્રસંગે પાટણ શહેર ભાજપ પ્રમુખ કિશોરભાઈ મહેશ્વરી, પાટણ નગરપાલિકા પ્રમુખ હિરલબેન પરમાર, પાટણ જિલ્લા અનુસૂચિત જાતિ મોરચાના પ્રમુખ વશરામભાઈ સોલંકી, ડોક્ટર સેલ પ્રમુખ ડો.અંબાલાલ પટેલ સહિત અનુસૂચિત જાતિ મોરચો તેમજ ડોક્ટર સેલના આગેવાનો કાર્યકર્તાઓ સહિત પાટણના તબીબો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. 

પાટણ જિલ્લા અનુસૂચિત જાતિ મોરચા અને ડોક્ટર સેલ દ્વારા આયોજિત આ કેમ્પનો દલિત સમાજની મહિલાઓ સહિત અન્ય સમાજની 2000 ઉપરાંત મહિલાઓએ પોતાના વિવિધ પ્રકારના રોગોનું નિદાન અને સારવાર કરાવી હતી. આ નિદાન અને સારવાર કેમ્પમાં લાભ લેનાર તમામ મહિલા દર્દીઓને પાટણ શહેરના જાણીતા ગાયનેક તબીબ ડો.વ્યોમેશ શાહ દ્વારા પોતાની અવની હોસ્પિટલમાં નોમૅલ ડિલિવરી અને સિઝેરિયન નિશુલ્ક કરી આપવાની જાહેરાત કરતાં પાટણ જિલ્લા ભારતીય જનતા પાર્ટી અનુસૂચિત જાતિ મોરચા અને ડોક્ટર સેલ સહિત ઉપસ્થિત ભારતીય જનતા પાર્ટીના આગેવાનો, કાર્યકર્તાઓ સહિત મહિલાઓએ સરાહનીય લેખાવી ડો. વ્યોમેશ શાહની મહિલાઓ માટેની સેવા ભાવનાને બિરદાવી અભિનંદન પાઠવ્યા હતાં.

પાટણ રેડ ક્રોસ ભવન ખાતે આયોજિત કરાયેલા મહિલાઓના નિદાન અને સારવાર કેમ્પના કાર્યક્રમને સફળ બનાવવા ડોક્ટર સેલના આગેવાનો, કાર્ય કર્તાઓ સહિત અનુસુચિત જાતિ મોરચા પાટણ જિલ્લા પ્રમુખ વશરામભાઈ સોલંકી, મહામંત્રી વિનોદ કરલીયા, કલ્પેશભાઈ ડોડીયા, કન્વિનર પરેશાબેન વાઘેલા, સહ કન્વિનર સાધનાબેન પરમાર, ગીતાબેન સોલંકી, મધુબેન સેનમા, સંયોજક કશ્યપ શ્રીમાળી, પ્રદેશમંત્રી ગંગારામભાઈ સોલંકી, વિરાભાઈ, મનસુખભાઈ, મહેશભાઈ જાદવ, ચતુરભાઈ સહિત આગેવાનો, કાર્યકરો દ્વારા જહેમત ઉઠાવી હતી.