પાટણ યુનિવર્સિટી દ્વારા રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અંતર્ગત એસઓપી અંગે ચિંતન બેઠક યોજાઈ

  • 7:56 pm February 7, 2024
જે.પી વ્યાસ, પાટણ

 

પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી ખાતે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ એન.ઈ.પી અંતર્ગત કાયૅકારી કુલપતિ ડૉ. રોહિતભાઇ દેસાઈની અધ્યક્ષતામાં મહત્વની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. એન ઈ પી અંતર્ગત આયોજિત આ બેઠકમાં વિવિધ વિભાગોના અધ્યક્ષ અને ડીન તેમજ યુનિવર્સિટીના વિવિધ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

બેઠકમાં રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અંતર્ગત જે એસઓપી તૈયાર કરવામાં આવી છે તે મુજબ કામગીરી થાય તે અંગે કુલપતિએ જરૂરી સૂચનો અને માર્ગદર્શન કર્યું હતું. આ બેઠકમાં ઉપસ્થિત યુનિવર્સિટીના કા. રજીસ્ટ્રાર ડો. કે.કે. પટેલે જણાવ્યું હતું કે રાષ્ટ્રીય શિક્ષણ નીતિની એસઓપી મુજબ જે વેરિયેશન આવતા હોય તેમાં ફેરફાર કરવા તેમજ રાષ્ટ્રીય શિક્ષણ નીતિવાળા પહેલા વર્ષના જે પરિણામ આવનાર છે તે સંદર્ભે બેઠકમાં ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.

આ ઉપરાંત વિવિધ કોર્સ ક્રેડિટ સંદર્ભે મેઝર અને માઇનર ક્રેડિટ અંગે તેમજ મલ્ટીપલ એન્ટ્રી અને એક્ઝિટ આપવા બાબતે ચર્ચા વિચારણા કરાયા બાદ ડીનની કમિટી બનાવાઈ હતી. જેમાં સાયન્સ અને આર્ટસ ફેકલ્ટીના ડીન અને કેમેસ્ટ્રીના ડો. સંગીતા શર્માનો તેમાં સમાવેશ કરવામાં આવ્યો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.