ઝાલોદ આરોગ્ય શાખા અને મેડિકલ કેર સેન્ટરના સહયોગથી પિડિયાટ્રીક કેમ્પ યોજાયો

  • 8:01 pm February 7, 2024
પંકજ પંડિત | ઝાલોદ

 

તાલુકા આરોગ્ય કચેરી ઝાલોદ ખાતે આર.બી.એસ.કે ટીમ દાહોદ જિલ્લા તેમજ સ્માઈલ ટ્રેઈનના સહયોગથી જન્મ જાત ફાટેલા હોઠ અને ફાટેલા તાળવા તેમજ પીડીયાટ્રિક સર્જરી માટે કાશીબા ચિલ્ડ્રન હોસ્પિટલ (સ્માઇલ ટ્રેઈન) દ્વારા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બાવન જેટલા લાભાર્થીની નોધણી કરવામાં આવી અને નવ જેટલા લાભાર્થીને સારવાર માટે તારીખ આપી જેમનું ઓપરેશન કરવામાં આવશે જે સંપૂર્ણ મફત સારવાર રેહશે તેમ ડૉ વિવેક રાયઠઠા એ જણાવ્યું હતું. વધુમાં સાથે કેમ્પમાં હાજર રહેલ પીડિયાટ્રિક સર્જન ડૉ નેહલ શાહ દ્વારા બાળકોનું મફતમાં ચેકઅપ કરવામાં આવ્યું અને જરૂરિયતમંદ દર્દીને કાશીબા ચિલ્ડ્રન હોસ્પિટલમાં આવી ખુબજ રાહત દરમાં સારવાર કરવાનું જણાવ્યું હતું. આ ઉપરાંત દાહોદ જિલ્લા આર.બી.એસ.કે ટીમ દ્વારા સરાહનીય કામગીરી માટે મોમેન્ટો આપી સન્માન કરવા માં આવ્યું હતું.