ભાયાવદરમાં મરણ પથારીએ જોલા ખાતું મુક્તિધામ...

  • 8:17 pm February 7, 2024
વિજય રાડીયા | ભાયાવદર

 

ભાયાવદરમાં આવેલું અંતિમધામ અતિ દયનિય હાલત પર આવી ગયું છે. અને સ્મશાન ખુદ મરણ પથારી પર હોય તેવું ચિત્ર સામે આવીને ઉભું છે. મોતનો પણ મલાજો ન જળવાય તેવી પરિસ્થિતિ સર્જાઈ છે.

શહેરના રૂપાવટી નદીના કાંઠે આવેલું અંતિમધામ આજથી 9 વર્ષ પહેલાં સરકારની કૈલાસધામ બનાવવાની ગ્રાન્ટમાંથી તૈયાર થયું હતું. જે તે વખતે આવેલી ગ્રાન્ટ અપુરતી હોવાથી પાલિકાના સત્તાધિશોએ લોકોને ટહેલ નાખી. દાન એકઠું કરી 14 લાખના ખર્ચે આ મુક્તિધામ તૈયાર કર્યું હતું. ધોરાજી, ઉપલેટા અને જામકંડોરણા તાલુકામાં તે સમયે જોવા ન મળે તેવું અંતિમધામ ભાયાવદરમાં એ સમયે બનાવવામાં આવ્યું હતું. પણ હાલ અત્યારે આ અંતિમધામ જાળવણીના લીધે મરણ પથારી ઉપર આવી ગયું છે. આથી ધતિંગ પંચા દોઢસોની જેમ ચાલતી ભાયાવદર નગર પાલિકા આ સ્મશાનના રિનોવેશન માટે કંઈક વિચારે તેવી લોકોમાંથી માગણી ઉઠી છે

સિમેન્ટના બાંકડા તૂટી ગયા, ગેસની ભઠ્ઠી બંધ યોગ્ય જાળવણીના અભાવે લોકોને બેસવાની સિમેન્ટની બેઠકો ભાંગીને ભૂકો બની ગઈ છે. અને અંદર રહેલી ગેસની ભઠ્ઠી બંધ હાલતમાં જોવા મળે છે તેમજ જ્યાં જોવો ત્યાં ગંદકી ફેલાઈ ગઈ છે. અને અંતિમધામની ફરતી દીવાલ પડી ગયા બાદ તેને રીપેરીંગ કરવામાં નથી આવતી તેમજ મૃત્યુદેહ ને જ્યાં અગ્નિદાહ દેવામાં આવે છે તે બિલ્ડીંગની છતમાંથી ચાલુ ચિતાએ ઉપરથી કિલો બબે કિલો જેવડા સિમેન્ટના પોપડા અગ્નિદાહના ખાટલા ઉપર તેમજ આસપાસ માથે પડે છે. જેથી હવે એવું પણ બને કે અગ્નિદાહ વખતે અંદર રહેલા સાતથી દસ માણસોને ફરજિયાત હેલ્મેટ પહેરીને જ અંદર આવીને ચિંતા જલાવવાથી માંડીને રાખ થાય ત્યાં સુધીનું કામ પતાવવું પડશે. ભાયાવરન નિ જંનતાની એવિ લાગણી છે કે ક્યારે રીપેરીંગ થાય એ પણ એક વિચારવાનો વિષય છે.