પાલીતાણા માર્કેટ યાર્ડમાં ચાર દિવસ ડુંગળીની હરરાજી બંધ રહેશ..

  • 8:21 pm February 7, 2024
અબ્બાસ વોરા, પાલીતાણા

 

ડુંગળી વેચાણ માટે લાવતા દરેક ખેડુતભાઈઓને જણાવવાનું કે વડાપ્રધાન અધ્યક્ષતામાં આવાસોના લોકાર્પણ તથા ખાતમર્હુત કાર્યક્રમ તા: ૧૦/૦૨/૨૦૨૪ ના રોજ માર્કેટ યાર્ડ - પાલીતાણા ખાતે યોજવામાં આવનાર છે, આથી તા : ૦૮/૦૨/૨૦૨૪ થી તથા તા: ૧૧/૦૨/૨૪ દિવસ-૪(ચાર) ડુંગળીની હરરાજીનું કામકાજ સદંતર બંધ રહેશે. તા : ૧૧/૦૨/૨૦૨૪, સાંજના ૫/૦૦ કલાકથી ડુંગળી વેચાણ સારૂ લાવવા દરેક ખેડુતભાઈઓને જણાવવામાં આવે છે.

લીંબુ વેચાણ સારૂ લાવતા ખેડુતોને જણાવવાનું કે તા : ૦૯/૦૨/૨૦૨૪ થી ૧૦/૦૨/૨૦૨૪ દિવસ- ૨(બે) સુધી લીંબની હરરાજીનું કામકાજ પાછળના વિભાગ "અનાજના શેડમાં" થશે, જેથી અત્યારે ઉતારવામાં આવતા ઓક્ષન શેડમાં લીંબુ ઉતારવા નહી, જેની દરેક ખેડુત ભાઈઓ અને વેપારીમિત્રો નોંધ લેશો.