આગામી લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ અનુસંધાને ૧૦૨-પાલીતાણા વિધાનસભા મતદાર વિભાગમાં ઈ.વી.એમ અને વી વી પેટ નિદર્શનઅંગેના કાર્યક્રમનુ આયોજન કરાયું

  • 8:31 pm February 7, 2024
અબ્બાસ વોરા, પાલીતાણા

 

102 પાલિતાણા વિધાનસભા વિસ્તારમાં EVM નિદર્શન લોકસભા સામાન્યચૂંટણી-૨૦૨૪ અગામી ટુક સમયમાં યોજાનાર છે. તે અનુસંધાને મતદારો જેમા ખાસકરીને યુવા મતદારો અને ગ્રામ્ય મતદારો ઈ.વી.એમ. અને વીવીપેટના ઉપયોગ અંગે માહિતગાર થાય અને મતદારોમા જાગૃતિ વધે તે હેતુથી ઈ.વી.એમ. અને વી વી પેટ અંગે નિદર્શન કાર્યક્રમો કરવા ભારતના ચૂંટણીપંચ, નવી દિલ્લી તથા રાજ્ય ચૂંટણી આયોગ ગુજરાત રાજ્ય દ્વારા સુચના આપેલ છે. જે વિગતે ચુંટણી અધિકારી અને જિલ્લા કલેકટર ભાવનગર તથા મદદનીશ ચૂંટણી અધિકારી અને મદદનીશ કલેકટર પાલીતાણાની સુચના અને માર્ગદર્શન હેઠળ મામલતદાર કચેરી, પાલીતાણા, શિહોર તથા જેસર ખાતે ઈ.વી.એમ. નિદર્શન કેન્દ્રો તા.૦૧/૦૧/૨૦૨૪ થી તા.૨૯/૦૨/૨૦૨૪ દરમિયાન શરૂ કરવામા આવેલ છે. તેમજ મતદાન જાગૃતિના ઉમદા આશયથી તમામ પોલીંગ સ્ટેશનમાં વધુમા વધુમા મતદારો સુધી ઈ.વી.એમ. જાગૃતિ માટે પ્રચાર-પ્રસાર થાય તથા ગત ૨ વિધાનસભા-લોકસભા ચૂંટણીની State TumOut Average કરતા ઓછુ મતદાન ધરાવતા મતદાન મથકો તથા પુરૂષ મતદારો સામે મહિલા મતદારોનો મતદાન રેશીયો ઓછો હોય તેવા મતદાન મથક વિસ્તારમા Mobile Demonstration Van (MDV) કાર્યક્રમનુ ૧૦૨-પાલીતાણા વિધાનસભા મતદાર વિભાગમાં તા.૦૧/૦૧/૨૦૨૪થી તા. ૨૯/૦૨/૨૦૨૪ સુધી વિશેષતઃ આયોજન કરવામા આવેલ છે. Gt Mobile Demonstration Van (MDV) તથા ઈ.વી.એમ. નિદર્શનકેન્દ્રનો બહોળી સંખ્યામાં જાહેરજનતાને લાભ લેવા જિલ્લા કલેકટર ભાવનગર તથા મદદનીશ ચૂંટણી અધિકારી અને મદદનીશ કલેકટર પાલીતાણા જાહેર અનુરોધ કરે છે.