ભરૂચના સેવાશ્રમ રોડ પર આવેલ આકાશગંગા સોસાયટી નજીક પાણીની લાઈનમાં ભંગાણ સર્જાતા ચોમાસા જેવો માહોલ

  • 8:43 pm February 7, 2024
રિઝવાન સોડાવાલા | ભરૂચ

 

ભરૂચમાં સેવાશ્રમ રોડ ઉપર વિસ્તારોમાં પાણી સપ્લાય કરતી પાણીની પાઇપલાઇનમાં સવારના સમયે ભંગાણ  સર્જાયું હતું જેના કારણે જાહેર માર્ગો ઉપરથી પાણી વહેતું થતા ભર શિયાળે ચોમાસાની ઋતુનો સ્થાનિકોએ અનુભવ કર્યો હતો અને પાણી લાઈનમાં ભંગારના કારણે માર્ગને પણ નુકસાન થતું હોવાના આક્ષેપો લાગ્યા છે

ભરૂચમાં વિકાસના નામે હંમેશા વિનાશ થતો હોવાના અનેકવાર દ્રશ્યો સામે આવતા હોય છે ભરૂચના સેવાશ્રમ રોડ ઉપર આવેલ આકાશગંગા સોસાયટી નજીક જાહેર માર્ગ ઉપર જમીનમાં નગરપાલિકાના પીવાના પાણીની પાઇપ લાઇનમાં ભંગાણ સર્જાતા મોટા પ્રમાણમાં પાણી વહેતું થયું હોવાના દ્રશ્યો જોવા મળ્યા હતા પરંતુ પાણીના કારણે માર્ગને પણ નુકસાન થતું હોય અને પુનઃ રસ્તો બિસ્માર્ બની જાય તેવા એંધાણો જોવા મળે છે સવારના સમયે પાણીની પાઇપ લાઇનમાં ભંગાણ સર્જાયું હતું જેના કારણે મોટા પ્રમાણમાં પાણી જાહેર માર્ગો ઉપર વહેતું જોવા મળ્યો હતો અને ભર શિયાળે સ્થાનિક લોકોએ ચોમાસાની ઋતુનો અનુભવ કર્યો હતો. પાઇપલાઇનમાં ભંગાણના કારણે વાહન ચાલકો અને સ્થાનિક લોકોને ભારે હાલાકી ભોગવવી પડી હતી. સતત પાણી વહેતું થતા લોકોએ પાણીમાંથી પોતાના કપડા ઊંચા કરીને પસાર થવાનો વારો આવ્યો હતો

પાણીની પાઇપ લાઇનમાં ભંગાણ સર્જાયું હોવાની જાણ ભરૂચ નગરપાલિકાને કરવામાં આવી છે અને પાણીની પાઇપ લાઇનમાં ભંગાર અંગે મરામત કરાવવા રજૂઆત કરાઈ છે જોકે સવારના સમયે તો મોટા પ્રમાણમાં પાણી વહી ગયો હતો પરંતુ હજુ પાણીનો બગાડ ન થાય તે માટે વહેલી તકે લીકેજ સર્જાયેલી પાણીની પાઇપલાઇનની મરામત કરાવવામાં આવે તેવી માંગ સ્થાનિકો કરી રહ્યા છે.