ભરૂચના ઉમરાજ ગામની સોસાયટીમાંથી ભારે વાહનો પસાર થતાં સ્થાનિકોમાં આક્રોશ, અનેક વખત રજૂઆત કરવા છતાંય નિરાકરણ નહીં

  • 8:45 pm February 7, 2024
રિઝવાન સોડાવાલા | ભરૂચ

 

ભરૂચના શ્રવણ ચોકડી પર બ્રિજની કામગીરી ચાલતી હોય ઉમરાજ પંચાયતના વિસ્તારમાં આવેલી સોસાયટીમાંથી અનેક વાહનો પસાર થતા હોય સ્થાનિકોએ ભારે હોવાળો મચાવ્યો હતો. જેમાં ઉમરાજ તરફથી આવતા વાહન ચાલકોને રોકી વિરોધ નોધાવ્યો હતો. જેના કારણે વાહનોની લાઈનો લાગી હતી.

ભરૂચમાં ઘણાં વિકાસના કામો સરકાર તરફથી કરવા માં આવી રહ્યા છે. જેમાં ભરુચના દહેજ રસ્તા પર રૂ.420 કરોડના ખર્ચે ભોલાવ ચોકડીથી શ્રવણ ચોકડી સુધી છ માર્ગીય એલીવેટેડ કોરીડોરની કામગીરી પ્રગતિ હેઠળ છે. જેથી દહેજ ઔધોગિક વસાહતમાં આવેલી કંપનીઓમાં કામગીરી કરતા કર્મચારીઓને લક્ઝરી બસ અને નાના- મોટા વાહનોમાં સવારે અને સાંજના સમયે લઈ જવા લાવતા હોવાથી આ માર્ગ પર ટ્રાફિકજામની સમસ્યાઓ સર્જાઈ રહી છે. જેથી અનેક વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરીને ટ્રાફિકજામ ફસાઈ રહેવું પડે છે.

જોકે અમુક વાહન ચાલકો ઉતાવડમાં જ્યાં ત્યાં પોતાના વાહનો હંકારી અન્ય લોકો પણ તકલીફમાં મુકતા હોય છે. ત્યારે ઉમરાજ ગામની ચોકડી પસ્થી નંદની પાર્ક સહિત અન્ય 6 સોસાયટીઓમાં થઈને એક રસ્તો સિટીમાં મળે છે. આ માર્ગ પરઘી અનેક ફોર વ્હિલ ચાલકો અને મોટર સાયકલ સવારો પ્રસાર થઈ રહ્યા હોય સોસાયટી વિસ્તારમાં ટ્રાફિક સહિત વાહનોનું ભારણ વધતા સ્થાનિક રહીશોમાં ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. આ અંગે સ્થાનિકો અનેક વાર રજુઆતો કરી હોવા છતાંય કોઈ નિરાકરણ નહિ આવતા મંગળવારના રોજ મોટી સંખ્યામાં સ્થાનિકોએ એકત્ર થઈને અહીંયાથી પસાર થતા વાહન ચાલકોને રોકી હોબાળો માચાવ્યો હતો.

આ મામલે સ્થાનિક મહિલા અનુપમાબેને જણાવ્યું હતું કે, આ અમારી સોસાયટીનો માર્ગ છે. જેના પરથી સોસાયટીના રહીશો પસાર થતાં હતાં. પરંતુ જ્યારથી બ્રિજનું કામ શરૂ થયું હોય ટ્રાફિકજામ સર્જાતા સવારથી સોસાયટીમાં વાહનોની અવરજવર ચાલુ થઈ જાય છે. જેના કારણે રોડને અડીને આવેલા મકાન માલિકો પોતાના ઘરોની બહાર નીકળી પણ નહિ શકવાની સાથે તેમના બાળકો પણ બહાર રમી પણ નહિ શકતા. લોકોમાં અકસ્માતનો પણ ભય રહેલો છે. આખો દિવસ ધૂળના કારણે વાંરવાર મહિલાઓ સફાઈ કરવી પડે છે. આ અંગે અનેક વખતે તંત્રને રજૂઆતો કરી હોવા છતાંય કોઈ નિરાકરણ નહિ આવતા અમારે આજે વિરોધ કરવો પડ્યો છે. જેથી તંત્ર દ્વારા અમારી રજૂઆત અંગે યોગ્ય કાર્યવાહી કરાયુ તેવી અમારી માંગ છે.