ભરૂચ શહેરમાં ગતરાત્રી એક યુવક ફરજ પરથી ઘરે જતાં તેના મોપેડમાં આચનક સાપ દેખાતા જીવ તાળવે ચોટયો..

  • 8:52 pm February 7, 2024
રિઝવાન સોડાવાલા | ભરૂચ

 

ભરૂચ શહેરમાં ગતરાત્રી એક યુવક ફરજ પરથી ઘરે જતાં તેના મોપેડમાં આચનક સાપ દેખાતા તેનો જીવ તાળવે ચોટયો હતો.યુવકે સમય સુચકતા વાપરી મોપેડને સાઈડમાં ઉભી રાખી જીવદયા પ્રેમીઓને જાણ કરી હતી.જીવ દયા પ્રેમીઓએ ભારે જહેમત બાદ મોપેડમાંથી સાપને બહાર કાઢ્યો હતો

ભરૂચના શક્તિનાથ વિસ્તારમાં ઉમંગ નામનો યુવક નોકરી કરે છે.તે રોજ પોતાની મોપેડ લઈને નોકરી પર આવ જાવ કરે છે.ગતરોજ તે રાત્રીના સમયે નોકરી પરથી છૂટ્યા બાદ પોતાના ઘરે મકતમપુર જઈ રહ્યો હતો.તે SVM સ્કૂલ પાસે પહોંચ્યો ત્યાંજ ડાબી બ્રેક બાજુ સાપનું મુખ બહાર આવતા જ તે ગભરાઈ ગયો હતો.જોકે તેણે સમય સુચકતા વાપરી ગભરાયા વગર એક હાથે મોપેડ બ્રેક કરીને માર્ગની સાઈડમાં લઈ આવ્યો હતો.

આ સમયે ગભયેલા ઉમંગે તાત્કાલિક તેના મિત્રને કોલ કરી બોલાવી મદદ માંગી હતી.જેથી મિત્રએ સ્થળ પર પહોંચી જીવદયા પ્રેમીઓને જાણ કરી હતી.મોપેડમાં સાપ હોવાની માહિતી મળતા જ ટીમે તાત્કાલિક સ્થળ પર પહોંચી મોપેડને ખોલી અંદાજીત એક કલાકની ભારે જહેમત બાદ સાપને પકડી લીધો હતો.જોકે સાપ નાનું બચ્ચું અને બિન ઝેરી હતો.મોપેડમાંથી સાપ બહાર નીકળી જતા ઉમંગે રાહતનો શ્વાસ લીધો હતો