કાવી કંબોઇના દરિયામાં માછીમારોની જાળમાં આવ્યું વિશાળ શિવલિંગ..

  • 8:56 pm February 7, 2024
રિઝવાન સોડાવાલા | ભરૂચ

 

વજનદાર શિવલિંગ માછીમારોની જાળમાં આવી જતા હર હર મહાદેવના નાદથી લોકોએ નારા લગાવ્યા..

કાવી કંબોઈમાં સ્તંભેશ્વર મહાદેવના શિવલિંગ જેટલું જ ઊંચું અને વજનદાર શિવલિંગ હોવાના અહેવાલ..

માછીમારોની જાળમાં શિવલિંગ આવી જતા માછીમારોમાં કુતુહલ..

ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના કાવી કંબોઇના સ્તંભેશ્વર મહાદેવ મંદિર નજીકના દરિયા કાંઠે માછીમારોની જાળમાં એક અદભુત શિવલિંગ આવ્યું હોવાની ઘટના સામે આવી છે જે શિવલિંગ વજનદાર હોય અને 20 માણસોથી પણ ઉઠાવી ન શકાય તેવો હોવાના અહેવાલો વચ્ચે લોકોમાં હાથ તો આ શિવલિંગ આસ્થાનું કેન્દ્ર બન્યું છે શિવલિંગને માછીમારોએ બહાર કાઢી દર્શન કર્યા હોવાના ચોકાવનારા વિડીયો સામે આવ્યા છે

ભરૂચ જિલ્લાના સુપ્રસિદ્ધ કાવી કંબોઇના સ્તંભેશ્વર મહાદેવ મંદિર ભારત દેશવાસીઓ માટે આસ્થાનું કેન્દ્ર છે અને સમગ્ર વિશ્વમાંથી લોકો સ્તંભેશ્વર મહાદેવના દર્શન અર્થે આવતા હોય છે અને મોટા પ્રમાણમાં દરિયામાં માછીમારો માછીમારી કરતા હોય છે સવારના સમયે ખંભાતના દરિયાકાંઠે માછીમારો એ પોતાની બોટ સાથે ઝાડ લગાવી હતી અને ઝાડ ખંખેરતા તેમાં વજનદાર વસ્તુ હોવાનું અનુમાન લગાવતા જાણે બહાર કાઢતા એક ભવ્ય શિવલિંગ હોવાનું સામે આવ્યું હતું જેના કારણે માછી મારોમાં પણ કુતુહલ સર્જાઈ ગયું હતું શિવલિંગ એટલું વજનદાર હતું કે 20 માછી મારો એ પણ તેને ઉચકવાના પ્રયાસ કર્યા પરંતુ તે ઉઠાવી શકાયું નહીં જેના કારણે લોકોએ હેમખેમ શિવલિંગને બોટ મારફતે કિનારે લાવ્યા હતા અને સમગ્ર માછી મારો એ પણ શિવલિંગના દર્શન કરી તેમાં અદભુત દ્રશ્યો જોવા મળતા હોવાના અહેવાલો સામે આવ્યા છે જેના પગલે લોકોમાં પણ આસ્થાનું કેન્દ્ર બની ગયું છે કાવી કંબોઈ નું સ્તંભેશ્વર મહાદેવનું શિવલિંગ પણ કોઈ બહાર કાઢી શકતું ન હતું પરંતુ માછીમારોની જાળમાં આવેલું શિવલિંગ વજનદાર અને અદભુત હોવાનું માનવામાં આવી રહ્યું છે.