તરસાલી આઇટીઆઇ કેમ્પ ખાતે તા.૧૩ના ૫૦૦ જેટલી જગ્યાઓ માટે ભરતી મેળો યોજાશે

  • 9:43 pm February 7, 2024

 

મોડેલ કરીઅર સેન્ટર, મદદનીશ નિયામક (રોજગાર) કચેરી, તરસાલી, વડોદરા દ્વારા તા.૧૩/૦૨/૨૦૨૪ના રોજ મોડેલ કેરીઅર સેન્ટર, મદદનીશ નિયામક (રોજગાર)ની કચેરી, આઈટીઆઈ કેમ્પસ, તરસાલી વડોદરા ખાતે સવારે ૧૦.૦૦ વાગ્યાથી રોજગાર અને એપ્રેન્ટીસ ભરતી મેળો અને સ્વરોજગાર માર્ગદર્શન શિબિર યોજવામાં આવશે.

જેમાં ૫૦૦થી વધારે ટેકનીકલ અને નોનટેકનીકલ જગ્યા માટે વડોદરા અને અન્ય જિલ્લાના નોકરીદાતાઓ હાજર રહેશે.  ધો ૧૦ પાસ, ૧૨ પાસ, તમામ આઈટીઆઈ ટ્રેડ, ડિપ્લોમા, ગ્રેજ્યુએટ લાયકાત ધરાવતા ૧૮ થી ૩૫ વર્ષના પુરુષ અને સ્ત્રી ઉમેદવારો માટે ઈન્ટરવ્યુ પ્રક્રીયા હાથ ધરવામાં આવશે. રોજગાર કચેરીની રોજગારલક્ષી સેવાઓ જેમા સ્વરોજગાર લોન, સહાય માટે, સંરક્ષણ ક્ષેત્રની કારકિર્દી માટે નિવાસી તાલીમ યોજના તેમજ વિદેશ રોજગાર અને શિક્ષણની તકો અને સેફ લીગલ માઈગ્રેશન અંગે તેમજ અનુબંધમ રોજગારલક્ષી પોર્ટલ અને એનસીએસ પોર્ટલ દ્વારા રોજગારી મેળવવા અંગે વિનામૂલ્યે માર્ગદર્શન આપવામા આવશે.

ભરતી મેળામાં ભાગ લેવા તેમજ નોકરીદાતાની વિગતો જોવા અનુબંધમ પોર્ટલ www.anubandham.gujarat.gov.in પર ઓનલાઈન જોબફેરમાં પાર્ટીસેપેટ થવા તેમજ રેઝ્યુમે તથા ડોક્યુમેન્ટસ સાથે સ્વખર્ચે હાજર રહેવા રોજગાર અધિકારીની યાદીમાં જણાવાયું છે.