ચોર્યાસી તાલુકાના લાજપોર કેન્દ્ર શાળામાં માર્ગ સલામતી જાગૃત્તિ કાર્યક્રમ યોજાયો

  • 9:52 pm February 7, 2024

 

વિદ્યાર્થીઓને ઓડિયો વીડિયો વિઝ્યુઅલ પદ્ધતિથી ટ્રાફિક નિયમન અને પાલન, માર્ગ સલામતી અંગે જાગૃત્ત કરાયા

નેશનલ રોડ સેફટી મંથ -૨૦૨૪ અંતર્ગત આરટીઓ સુરત ટીમ દ્વારા જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સંચાલિત ચોર્યાસી તાલુકાના લાજપોર કેન્દ્ર શાળામાં માર્ગ સલામતી જાગૃત્તિ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં વિદ્યાર્થીઓને ઓડિયો વીડિયો વિઝ્યુઅલ પદ્ધતિથી ટ્રાફિક એજ્યુકેશન અંગે માહિતી અને માર્ગદશન અપાયું હતું. આરટીઓ કચેરીના આસિસ્ટન્ટ ઇન્સ્પેક્ટર એચ. કે. પટેલ તથા રોડ સેફ્ટી ટ્રેનર બ્રિજેશ એમ.વર્માએ શાળાના વિદ્યાર્થીઓ અને શિક્ષકોને ટ્રાફિક નિયમન અને પાલન, માર્ગ સલામતી અંગે વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું.