હળવદમાં વરલી મટકાનો જુગાર રમતા બે ઝડપાયા એક ફરાર

  • 10:13 pm February 7, 2024
અમિત વિંધાણી, હળવદ

 

આ બાબતની જાણવા મળતી વિગતો મુજબ હળવદ શહેરમાં છેલ્લા  ઘણા સમયથી  દારૂના અડ્ડા પર પોલીસ તેમજ એલસીબી દ્વારા રેડ કરી આ આ પ્રવૃત્તિને બંધ કરવા માટે કામગીરી કરવામાં આવી રહી છે ત્યારે વરલી મટકાનો જુગાર ચાલી રહ્યો હોય ત્યારે હળવદ પીઆઈ દિપક ઢોલ તેમજ એલસીબી સ્ટાફ દ્વારા રેડ કરતા રોકડ રકમ 13,800 તેમજ મોબાઈલ નંગ એક રકમ 5000 કુલ ₹18,800 નો મુદ્દામાલ જપ્ત કરી આરોપી વિનોદ બુદ્ધિ લાલ સોલંકી રહેવાસી હળવદ તેમજ સંજય રૂપાભાઈ સીતાપરા રહેવાસી હળવદ વાળાની ધરપકડ કરવામાં આવી હતી તેમજ રવિ રબારી રહેવાસી હળવદ ને પકડવા પોલીસ દ્વારા ચક્રો ગતિમાન કરવામાં આવ્યા કુલ બે આરોપીને હાલ ધરપકડ કરવામાં આવી તેમજ અન્ય એક આરોપી ફરાર હોઈ પકડવા પોલીસ દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી આપ કામગીરીમાં હળવદ પીઆઇ દિપક ઢોલ તેમજ એલસીબી સ્ટાફ દશરથસિંહ પરમાર ચંદુભાઈ કનોતરા, ભરતભાઈ જીલરીયા તેમજ તેજસ વિડજા દ્વારા કરવામાં આવી હતી.