ભાવનગર મનપા દ્વારા નવાપરા વિસ્તારમાં દબાણોને પગલે કાર્યવાહી હાથ ધરાઇ

  • 10:14 pm February 7, 2024

 

ભાવનગર મહાનગરપાલિકાના દબાણ હટાવ સેલ અને એસ્ટેટ વિભાગ દ્વારા નવાપરા વિસ્તારમાં દબાણોને પગલે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. મહાનગરપાલિકાએ નવાપરા વિસ્તારમાં ડોસલીના નાળા રોડ ઉપર ગેરકાયદેસર દબાણો હટાવ્યા હતા. ભાવનગર મહાનગરપાલિકાના દબાણ હટાવ સેલ અને એસ્ટેટ વિભાગે ડોસલીના નાળા રોડ ઉપર ગેરકાયદેસર થયેલા બાંધકામો પર બુલડોઝર ફેરવ્યું હતું. જેમાં ગેરકાયદેસર છ જેટલા બાથરૂમ, 63 જેટલા ઓટલાઓ, એક ઓરડી, ચાર દિવાલ, એક બોર્ડ અને છ પડતર લારી જપ્ત કરીને કડક કાર્યવાહી હાથ ધરી હતી.