ભાવનગર ઘોઘમાં હાઈસ્કૂલની મંજૂરી રદ કરવા કલેક્ટર અને ડીડીઓને ચોકાવનારી રજૂઆત કરાઇ

  • 10:15 pm February 7, 2024

 

ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાના સારવદર ગામમાં સરકાર દ્વારા હાઈસ્કૂલની ફાળવણી કરવામાં આવી છે, ત્યારે એક ચોંકાવનારી રજૂઆત સામે આવી હતી. સારવદર ગામના ખાટાભાઇ સડાભાઇ મકવાણાએ કલેક્ટર અને ડીડીઓને ચોકાવનારી રજૂઆત કરી છે.

ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાના સારવદર ગામમાં સરકારે હાઈસ્કૂલ મંજૂર કરી છે, ત્યારે તેને રોકવાના પ્રયાસો થઈ રહ્યા હોવાના આક્ષેપ સાથે રજૂઆત ખાટાભાઈ સડાભાઈ મકવાણાએ કલેક્ટર અને ડીડીઓને કરી હતી. કરાયેલી રજૂઆતમાં સારવદર ગામના મહિલા સરપંચના જેઠ દ્વારા હાઈસ્કૂલની મંજૂરી રદ કરવા માટે પ્રયત્નો થઈ રહ્યા હોવાનો આક્ષેપ કર્યો છે. જો કે તેની પાછળનું કારણ હાઇસ્કુલની અનામત જગ્યા ઉપર મહિલા સરપંચના જેઠે રેહણાકી મકાન ખડકી દીધું હોવાને પગલે હાઈસ્કૂલની મંજૂરી રદ કરવા માટેની કોશિશો થઈ રહ્યો હોવાનો આક્ષેપ કર્યો છે.