ઈડર નગરપાલિકાની પાણી પુરવઠાની પાઇપો ગુમ થવા મામલે તપાસ સમિતિની રચના કરાઈ

  • 4:45 pm February 8, 2024
જાકીર મેમણ‌‌‌ | ઈડર

 

ઈડરમાં પાલિકાની પાણીના સંપ પરથી બીડની પાઈપો ચોરાઈ હોવાના મામલે પાલિકાના ત્રણ કર્મચારીઓની સમિતિની રચના કરવામાં આવી છે અને તપાસ હાથ ધરી અહેવાલ રજૂ કરવા જણાવ્યું છે.ઈડરમાં થોડા સમય અગાઉ ટોક ઓફ ટાઉન બનેલી પાલિકાના સંપ પરથી પાઈપ ગુમ થવાની નાટકીય ઘટના બાદ નગરપાલિકા પાણી પુરવઠા વિભાગ બચાવની મુદ્રામાં આવી ગયું હતુ. પાલિકા તંત્ર સમગ્ર મામલે એકબીજાને ખો આપતા હોય એમ ખાનગી કોન્ટ્રાક્ટર બારોબાર પાલિકા પ્રિમાઈસીસમાંથી ૭૨ જેટલી પાઈપો ભરી પલાયન થઈ જાય અને ત્રણ માસ સુધી પાલિકા તંત્ર તથા  પાણી પૂરવઠા અજાણ હોય એમ વહીવટદાર શાસિત પાલિકામાં ગુમ થયેલી પાઈપ ચોરાઈ કે ગાયબ થઈ તે મુદ્દે તપાસ માટે પાલિકામાં નવનિયુક્ત ચીફ ઓફિસર તેમજ વહીવટદાર અધિકારીની હાજરીમાં તપાસ હાથ ધરાઈ છે. તપાસ સમિતિમાં પાલિકાના ત્રણ કર્મચારીઓ મેઘનાબેન રાવ, સુનિતાબેન સગર, તેમજ કલ્પેશ પટેલની કમિટીની રચના કરાઈ છે. જે કમિટીને ત્રણ દિવસમાં અહેવાલ રજૂ કરવાના આદેશ કરાયા છે.

કમિટીને કરવાના થતાં તપાસના મુદ્દા :

કમિટીને કરાયેલ લેખિત ઓર્ડરમાં પાઈપોની સંખ્યા, લઇ જનાર એજન્સીનુ નામ, પાઇપોની અંદાજિત રકમ, કંઈ યોજના હેઠળ પાઈપો લવાઈ, કેટલી પાઈપોનો વપરાશ કરવામા આવ્યો, કેટલી પાઈપો બચી હતી તેનો સ્ટોક, પ્રોજેક્ટ ની કિંમત આ તપાસ કમીટીને બચત પ્રોજેક્ટ પાઈપોની કિંમતોનો અહેવાલ તૈયાર કરી દિન ત્રણમા અહેવાલ રજૂ કરવા આદેશ કરતા સમગ્ર મામલે તપાસ કમિટી શું અહેવાલ તૈયાર કરીને આપે છે એ જોવુ રહ્યું.