તલોદ પોલીસને મળી સફળતા: બાતમીના આધારે આરોપીને દબોચયો
- 4:47 pm February 8, 2024
તલોદ ટાવર વિસ્તાર માંથી તલોદ કોર્ટે ના સજા પામેલ આરોપી ને બાતમીના આધારે દબોચી લેવામાં તલોદ પોલીસ ને સફળતા મળી હોવાનુ જાણવા મળે છે
આ અંગે માહિતી આપતાં તલોદ પોલીસ સબ ઇન્સ્પેકટર નારાયણ સિંહ ઉમટે જણાવ્યું હતું કે પ્રાંતિજ તાલુકાના બાલીસણા ગામના ભાવેશ જગદીશ ભાઈ નાયી વિરુધ્ધ તલોદ કોર્ટે મા નાણાકીય લેવડ દેવડ સંદર્ભે તલોદ કોર્ટ મા 138 અન્વયે કેસ ચાલી જતાં એક વર્ષની સજા અને બે લાખ રૂપિયા ના દંડ ની સજા ફરમાવવામાં આવી હતી સજા ફરમાવવામાં આવેલ હોવાથી જેલમાં જવુ પડશે તેવી બીકથી ભાવેશ નાયી કોર્ટમાં હાજર થવાના બદલે છેલ્લા કેટલાક સમયથી નાસ્તો ફરતો હતો દરમિયાન ગત 6 ફેબ્રઆરી ના રોજ તલોદ પોલીસ ના ડી સ્ટાફ ના જમાદાર જયપાલ સિંહ રહેવર અને તેમની ટીમ તલોદ વિસ્તારમાં પેટ્રોલિંગ મા હતા તે દરમિયાન બાતમી મળી હતી કે તલોદ કોર્ટે 138 ના કેસમાં સજાઅને દંડ ફરમાવેલ આરોપી ભાવેશ જગદીશ ભાઈ નાયી તલોદ ના ટાવર વિસ્તાર માં ઉભો રહ્યો છે બાતમીના આધારે પોલીસે ભાવેશ ને દબોચી લઇ તેનું નામ ઠામ પૂછતા પોતાનું નામ ભાવેશ જગદીશ ભાઈ નાયી રહે બાલીસણા તા પ્રાંતિજ નો હોવાનુ જણાવ્યું હતું તેની વધુ પૂછપરછ અર્થે તલોદ પોલીસ સ્ટેશન ખાતે લઈ જતા તેણે પોતાને તલોદ કોર્ટમાં કેસ ચાલી જતાં એક વર્ષની સજા થઈ હોવાનો એકરાર કર્યો હતો જેથી પોલીસે ભાવેશ નાયી ને અટકાયત કરી તલોદ કોર્ટ મા રજુ કરતા કોર્ટે સજા ના અમલીકરણ માટે હિમતનગર સબ જેલ ખાતે મોકલી આપવાનો હુકમ કરતાં જેલ હવાલે કર્યો હોવાનુ જણાવ્યું હતું.