હરિયાણાના ફરીદાબાદની મહિલાના મોબાઈલ નંબર ઉપર ખોટી ઓળખ આપી રૂ.4,00,000/- ખંખેર્યા..

  • 4:51 pm February 8, 2024
જાબીર શુકલા | દેવગઢબારિયા

 

દેવગઢ બારીયા પોલીસ સ્ટેશનના PSI બોલું છું તેમ કહી ફરીદાબાદના મહિલાને કહેલ કે, તમે સાઇબર ફ્રોડ કરેલો છે. અને તમને હું જેલમાં પુરાવી દઈશ. તેમ કહી મહિલાના પતિના મોબાઈલ ફોનમાં whatsapp કોલ કરી યુપીઆઈ મોકલી તેમજ એકાઉન્ટ નંબર મોકલી મહિલા અને તેના પતિ પાસેથી અલગ અલગ સમયે ₹4,00,000/- પડાવી લઈ છેતરપિંડી વિશ્વાસઘાત કરનાર દેવગઢ બારીયા પોલીસ સ્ટેશનમાં પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા અનિલ સોલંકી વિરુદ્ધ છેતરપિંડી વિશ્વાસઘાતનો ગુનો નોંધાતા કોન્સ્ટેબલ અનિલ સોલંકીની ધરપકડ કરી તેને જેલના સળિયા પાછળ મોકલી આપ્યાનું જાણવા મળ્યું આ સમગ્ર બાબતને લઈ હવે પોલીસ પરથી લોકોનો વિશ્વાસ ઉઠી જાય તેવી બનેલી આ ઘટના અને દેવગઢબારિયા પોલીસ દફતરે નોંધાયેલી ઘટનામાં ગત તારીખ 06/02/2023ના રોજ ફરીદાબાદ (હરિયાણા) ખાતે રહેતા અને વ્યવસાયે વકીલ એવા 33 વર્ષીય જસવીર અમરસિંધ સિંધની પત્ની તેઓના વતનમાં પંજાબ બેંકમાં પૈસા ઉપાડવા ગયા હતા. ત્યારે તેમના એકાઉન્ટમાં રૂપિયા 32,025/- લીન થતાં તેઓએ તે બાબતની બેંકમાં તપાસ કરાવડાવતા જાણવા મળ્યું હતું કે, તેઓનું એકાઉન્ટ ગુજરાત સાયબર પોલીસ દ્વારા લીન કરવામાં આવ્યું છે. ત્યારબાદ જસવીરસિંઘની પત્નીના મોબાઇલ નંબર ઉપર દેવગઢ બારિયા પોલીસ સ્ટેશનમાં પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા અનિલ બી. સોલંકીએ દેવગઢ બારિયા પોલીસ સ્ટેશનના નામથી કોલ કરી હું દેવગઢબારિયા પી.એસ.આઇ. બોલું છું તેવી ખોટી ઓળખ આપી તમોએ સાઇબર ફ્રોડ કરેલ છે. અને હું તમને જેલમાં પુરાવી દઈશ. તેમ કહી જસવીરસિંઘના મોબાઈલ પર whatsapp કોલ કરી  યુપીઆઈ મોકલી તેમજ એકાઉન્ટ નંબર મોકલી અલગ અલગ સમયે ₹4,00,000 જેટલી મતભર રકમ પડાવી છેતરપિંડી વિશ્વાસઘાત કરતા આ સંબંધે ફરીદાબાદના એડવોકેટ જસવીરસિંઘ અમરસિંધ સિંઘે દેવગઢબારિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આ સંદર્ભે પી.એસ.આઇ. તરીકેની ખોટી ઓળખ આપી ₹4,00,000/- પડાવી લેનાર દેવગઢ બારિયા પોલીસ સ્ટેશનના પોલીસ કોન્સ્ટેબલ અનિલ બી. સોલંકી વિરુદ્ધ છેતરપિંડી વિશ્વાસઘાતનો ગુનો નોંધી પોલીસે તેની ધરપકડ કરી જેલના સળિયા પાછળ મોકલી આપતા પોલીસ બેડામાં ખળભળાટ મચી જવા પામ્યો છે.